વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૩ સપ્ટેમ્બર : આડેસરમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી જયદીપસિંહ જાડેજા દ્વારા સેવા સંકલ્પ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાના નિર્ધાર સાથે આડેસરની બજારમાં વેપારીઓ, ગ્રાહકો, ફેરીયાઓ તથા દુકાનદારોને પર્યાવરણને નુકશાનકારક પ્લાસ્ટિક બંધ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે કાપડની થેલી વિતરણ કરવામાં આવી હતી સાથે પ્લાસ્ટિક બંધ કરી કાપડની થેલી વાપરવા માટે અનુરોધ કર્યો હતો.











