કચ્છ જિલ્લા માં સેવા સેતુ–2.0” અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ, જનજાગૃતિ પ્રવૃત્તિઓ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ સપ્ટેમ્બર: જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને ગામોમાં “સેવા સંકલ્પ અભિયાન–2026” અને જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને ગામોમાં “સેવા સંકલ્પ અભિયાન–2026” અને “સેવા સેતુ–2.0” અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ, જનજાગૃતિ પ્રવૃત્તિઓ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા જાળવવા તથા સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણના નિર્માણ માટે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય કેન્દ્ર તથા આસપાસના પરિસરની સફાઈ કરવામાં આવી હતી.

આયુષ્માન આરોગ્ય મંદિર ઝુરા ખાતે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ અંગે સંકલ્પ લેવામાં આવ્યો હતો. વાલ્કા નાના ગામે પ્રાથમિક શાળા પરિસર તથા જાહેર માર્ગોની સફાઈ કરવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવાપર ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.

સેવા સેતુ–2.0 અંતર્ગત ગઢશીશા ખાતે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા આરોગ્ય અધિકારી, તબીબી અધિકારી, રાજકીય-સામાજિક અગ્રણીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નમો શ્રી અને PMMVY યોજનાના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી હતી.

બળદિયા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY, નમો શ્રી યોજના, NCD સ્ક્રીનિંગ અને OPD સેવા સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. લાભાર્થીઓને વિવિધ આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જરૂરી આરોગ્ય તપાસ, સલાહ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. માધાપર ખાતે શ્રી જી સ્કૂલમાં પણ સેવા સેતુ અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.

ગાગોદર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત IEC પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી તેમજ PM-JAY અને NVBDCP અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા જિંદાલ કંપનીના CSR હેડ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં CSR ફંડના સહયોગથી સગર્ભા માતાઓ તથા ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભુજપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર, મુન્દ્રા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી, મુન્દ્રા દ્વારા શિબિરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચંદિયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન 11મા આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે દર્દીઓનું બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ હાઉસ-ટુ-હાઉસ સર્વેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વાલ્કા નાના ગામ ખાતે MPHW અને આશા બહેન દ્વારા ઇન્ટ્રા તથા પેરા-ડોમેસ્ટિક સર્વેલન્સ, સોર્સ રિડક્શન, શંકાસ્પદ તાવના દર્દીઓની RDT તથા જરૂરી તપાસ, ORS અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ તેમજ ગજિયા બનાવતા કારખાનાની સાઇટની મુલાકાત સહિતની કામગીરી કરવામાં આવી હતી.

કાદિયા મોટા ખાતે મફતનગર આંગણવાડીમાં મમતા દિવસની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. પોષણ માસ અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને પોષણયુક્ત અને સંતુલિત આહાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આમ, સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, રોગચાળા નિયંત્રણ, પર્યાવરણ સંરક્ષણ તથા વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે જનજાગૃતિ સાથે જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

વિવિધ કાર્યક્રમોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ તથા ગ્રામજનોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

“સેવા સેતુ–2.0” અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ, જનજાગૃતિ પ્રવૃત્તિઓ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા જાળવવા તથા સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણના નિર્માણ માટે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય કેન્દ્ર તથા આસપાસના પરિસરની સફાઈ કરવામાં આવી હતી.આયુષ્માન આરોગ્ય મંદિર ઝુરા ખાતે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ અંગે સંકલ્પ લેવામાં આવ્યો હતો. વાલ્કા નાના ગામે પ્રાથમિક શાળા પરિસર તથા જાહેર માર્ગોની સફાઈ કરવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવાપર ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.સેવા સેતુ–2.0 અંતર્ગત ગઢશીશા ખાતે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા આરોગ્ય અધિકારી, તબીબી અધિકારી, રાજકીય-સામાજિક અગ્રણીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નમો શ્રી અને PMMVY યોજનાના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી હતી.બળદિયા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY, નમો શ્રી યોજના, NCD સ્ક્રીનિંગ અને OPD સેવા સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી લાભાર્થીઓને વિવિધ આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જરૂરી આરોગ્ય તપાસ, સલાહ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. માધાપર ખાતે શ્રી જી સ્કૂલમાં પણ સેવા સેતુ અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.ગાગોદર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત IEC પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી તેમજ PM-JAY અને NVBDCP અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતીમુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા જિંદાલ કંપનીના CSR હેડ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં CSR ફંડના સહયોગથી સગર્ભા માતાઓ તથા ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.ભુજપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર, મુન્દ્રા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી, મુન્દ્રા દ્વારા શિબિરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ચંદિયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન 11મા આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે દર્દીઓનું બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ હાઉસ-ટુ-હાઉસ સર્વેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.વાલ્કા નાના ગામ ખાતે MPHW અને આશા બહેન દ્વારા ઇન્ટ્રા તથા પેરા-ડોમેસ્ટિક સર્વેલન્સ, સોર્સ રિડક્શન, શંકાસ્પદ તાવના દર્દીઓની RDT તથા જરૂરી તપાસ, ORS અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ તેમજ ગજિયા બનાવતા કારખાનાની સાઇટની મુલાકાત સહિતની કામગીરી કરવામાં આવી હતી.કાદિયા મોટા ખાતે મફતનગર આંગણવાડીમાં મમતા દિવસની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. પોષણ માસ અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને પોષણયુક્ત અને સંતુલિત આહાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આમ, સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, રોગચાળા નિયંત્રણ, પર્યાવરણ સંરક્ષણ તથા વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે જનજાગૃતિ સાથે જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.વિવિધ કાર્યક્રમોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ તથા ગ્રામજનોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો