હાવ ભાવ / બોડી લેન્ગવેજથી માંડી સાંકેતિક ભાષા પણ આગવી અને ક્યારેક પ્રભાવી અભિવ્યક્તિ છે

સાંકેતિક ભાષાથી મૂક-બધિર બાળકોનું ભવિષ્ય કંડારતા બોટાદના શિક્ષક ભાવેશ પંડ્યા

જામનગર (ભરત ભોગાયતા ) બોટાદ સ્થિત જિલ્લા માહિતી કચેરીના એડિટર વિભાગના રિધ્ધિ ત્રિવેદી એ Declaring Deaf People’s Human Rights”ની થીમ સાથે ૨૩ સપ્ટેમ્બર. ના ‘આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ’ વિશે રસપ્રદ આલેખન કર્યું છે

*જ્યાં શબ્દો ખૂટે છે ત્યાં સંકેતોરૂપી મૌન સાદ પાડે છે; અભિવ્યક્તિની અનોખી રીત એટલે સાંકેતિક ભાષા*

*બોટાદના એક શિક્ષક મૂંગા-બહેરા બાળકોને સાંકેતિક ભાષા શીખવાડી તેમને  આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર જીવન જીવવાની દીશા સૂચવે છે.*

*સાંકેતિક ભાષાથી મૂક-બધિર બાળકોનું ભવિષ્ય કંડારતા બોટાદના શિક્ષક ભાવેશ પંડ્યા*

 

વ્યક્તિ પોતાની સંવેદના, જરૂરિયાત અને વાત શબ્દોના માધ્યમથી રજૂ કરે છે. દુનિયામાં અનેકો ભાષાઓ છે જેમાં કરોડો શબ્દો બોલવામાં આવે છે. પણ ક્યારેય એવો વિચાર કર્યો છે કે  શબ્દો વગરની દુનિયા કેવી હશે! જ્યાં અવાજ નથી  છતાંય સૌથી ઊંડી અને નિર્મળ વાતો થાય છે! સંકેતોના માધ્યમથી એવો પણ ગુંજારવ થાય છે જે મૂક બધિરોના જીવનમાં સંવાદ ભરે છે. જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા તેમના માટે સંકેતો થકી જ સંવાદ છે. શબ્દો વગરના સંકેતોથી જ  બને છે સાંકેતિક ભાષા. આ જ સાંકેતિક ભાષાનો આજે દિવસ છે. સંકેતોના મહત્વ અંગેની સમજ અને જાગૃતિ કેળવાય તે માટે જ સમગ્ર દુનિયામાં  ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ’ (International Day of Sign Languages) દિવસની ઉજવણી કરવામાં આવે છે.

અભિવ્યક્તિ માત્ર શબ્દો કે અવાજ પૂરતી સીમિત નથી. વિશ્વના કરોડો બહેરા (મૂક-બધિર) સમુદાયની વિશિષ્ટ ભાષાને સન્માન આપવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ’ ઉજવવામાં આવે છે. ૨૩ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ઇટાલીના રોમ શહેરમાં ૧૩૫થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતી ‘વર્લ્ડ ફેડરેશન ઑફ ધ ડેફ’ (WFD) ની સ્થાપના થઈ હતી. આ સંસ્થાની પહેલથી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ ૨૦૧૭માં આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. જેની વર્ષ ૨૦૨૬ની થીમ “Declaring Deaf People’s Human Rights” છે.


આજના આ અનોખા દિવસે ઋણ સ્વીકાર કરીએ બોટાદના એક એવા શિક્ષકનો જેમણે સંકેતોની આ ભાષા  થકી કેટલાય દિવ્યાંગોના જીવનમાં રણકાર પાથર્યો છે. બોટાદ જિલ્લાના ૪૩ વર્ષીય માધ્યમિક શાળાના શિક્ષકશ્રી ભાવેશભાઈ પંડ્યા એક એવા સંકેતગુરુ છે  જેમણે અનેકો મૂક બધિરોને સાંકેતિક ભાષા શીખવી તેમના જીવનને વાચા આપી છે.  મૂળ ભાવનગર જિલ્લાના વતની શ્રી ભાવેશભાઈ પંડ્યા વર્ષ ૨૦૦૭થી બોટાદ જિલ્લા ખાતે વિશિષ્ટ શિક્ષક ( Hearing Impaired)) તરીકે કાર્યરત છે. બોટાદ જિલ્લાના મૂંગા અને બહેરા દિવ્યાંગોને સાંકેતિક ભાષા શીખવવાથી લઈને  આત્મનિર્ભર બનાવવા સુધીની સફરના માર્ગદર્શક છે. તેઓ જિલ્લાની નિર્ધારિત શાળાઓમાં ઊભા કરવામાં આવેલા  રિસોર્સ રૂમમાં  મૂંગા અને બહેરા વિદ્યાર્થીઓને સાઈન લેંગ્વેજ શીખવાડે છે.
બાળકોને સાઈન લેંગ્વેજ એટલે ઈશારાઓની ભાષાથી વારના નામ, મહિનાના નામો, જીવનની દિન ચર્યા સહિત વિદ્યાર્થીઓને અભ્યાસ લક્ષી તમામ બાબતો સાઈન લેંગ્વેજનાં માધ્યમથી શીખવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ફીઝીયોથેરાપી, સાયકોલોજી સહિતની ટીમ પણ કાર્યરત હોય છે. જેમાં વિદ્યાર્થીઓની તકલીફ સમજીને તેનું યોગ્ય નિવારણ લાવવામાં આવે છે.

શિક્ષકશ્રી ભાવેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “સાંભળી અને બોલી ન શકતા બાળકોને સાંકેતિક ભાષા શીખવવાની શરૂઆત બાળકમાં બહેરાશ હોવાનું નિદાન થાય કે તરત જ કરી દેવી જોઈએ. જેમાં પ્રારંભિક સંકેતો જેવા કે હાથ હલાવવાની ક્ષમતાનો વિકાસ થાય છે. આ સમયે તેઓ નાના અને સરળ સંકેતો એટલે કે દૂધ, પાણી, આવજો, ખાવું, જમવું ઝડપથી સમજવા લાગે છે અને સામે સંકેત આપવાનું શરૂ કરી દે છે. સામાન્ય બાળક નાનપણથી જ શબ્દો સાંભળીને બોલતા શીખે છે. તેવી જ રીતે મુક-બધિર બાળક જોઈને શીખે છે. જો શરૂઆતના વર્ષોમાં તેમને સાંકેતિક ભાષા શીખવવામાં ન આવે, તો બાળકના મગજનો અને માનસિક ભાષાકીય વિકાસ અટકી શકે છે. બાળકની સાથે-સાથે તેના સમગ્ર પરિવારે પણ વહેલી તકે સાંકેતિક ભાષા શીખી લેવી જોઈએ. જેથી બાળક ઘરમાં એકલતા અનુભવ્યા વિના સરળ રીતે કમ્યુનિકેશન કરતા શીખી શકે છે.”

વધુમાં શિક્ષકશ્રી ભાવેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમના છ વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ જીત્યા બાદ રાજ્યકક્ષા સુધી ૧૦૦ અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેવા બદલ રૂ.૫૦૦૦/- સુધીના ઇનામ  પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત સરકારશ્રીનાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાત્રતાનાં ધોરણે દિવ્યાંગ પેન્શન યોજના, સર્વ શિક્ષા અભિયાન અન્વયે એસ્કોર્ડ/ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ મળે છે. તથા કન્યાઓને ગર્લ્સ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. શ્રી ભાવેશભાઈ પંડ્યા જણાવે છે કે, તેમના ઘણા વિદ્યાર્થીઓ બોટાદની સ્કાય કંપની ખાતે ટેકનીકલ વર્કર તરીકે કાર્યરત છે. જેમનો માસિક પગાર રૂ. સાત હજારથી રૂ.૧૫ હજાર સુધીનો છે. તેઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. વધુમાં શ્રી ભાવેશભાઈ પંડ્યાએ ઉમેર્યું હતું કે, સાઇન લેંગ્વેજ એ માત્ર સંકેતો પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં ભાવનાઓની સુંદર અભિવ્યક્તિ પણ સમાયેલી છે.                                                              00000
એમ કહેવાય છે કે શબ્દો ,વાતચીત અને લેખનથી પણ ચહેરાના હાવ ભાવ , હાથ અને પગના સંકેત સાથેની પરસ્પર સમજણનો યુગ ખૂબ મોટો હતો અભિવ્યક્તિ દરેક જીવની આગવી ઓળખ બનતી ગઈ અને ત્યારબાદ છૂટક છૂટક અવાજ અને ધીમે ધીમે ભાવ પૂર્વકનો અવાજ અને બાદમાં શબ્દો ઉપયોગમાં આવ્યા એ પૃથ્વી ઉપરના દરેક જીવની લાક્ષણિકતા છે કે અવાજ એ દરેકની એક ઓળખ છે
————–

રિગાર્ડઝ
ભરત જી.ભોગાયતા

પત્રકાર

જામનગર & અમદાવાદ

b.sc., ll.b.,d.n.y.(GAU)Journalisam (hindi),

8758659878

bhogayatabharat@gmail.com

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો