સીબીએસઈ બોર્ડે ધોરણ 10માના 61 અને 12માના 79 વિષયોના સેમ્પલ પેપર ઓનલાઈન જાહેર કર્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સીબીએસઈએ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 2027ની તૈયારીઓ માટે સેમ્પલ ક્વેશ્ચન પેપર જાહેર કર્યા છે. સીબીએસઈએ 10માં અને 12માંની બોર્ડ પરીક્ષા 2027 માટે વિષયવાર સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે. આ સાથે જ સીબીએસઈએ 2027 બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરી છે, જેમાં સીબીએસઈ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સીબીએસઈએ 10માંની બોર્ડ પરીક્ષા 2027 માટે કુલ 61 વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે. 

સીબીએસઈએ 12માંની બોર્ડ પરીક્ષા 2027 માટે કુલ 79 વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.

આ સેમ્પલ પેપરની મદદથી વિદ્યાર્થીઓ 2027 બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકે છે. જેમ કે, સેમ્પલ પેપરના માધ્યમથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પેટર્ન વિશે જાણી શકે છે. તેને ઉકેલવાથી વિદ્યાર્થીઓ પોતાના ટાઈમ મેનેજમેન્ટને વધુ સારું બનાવી શકે છે.

CBSEએ બોર્ડ પરીક્ષા 2027 માટે સેમ્પલ પેપર જાહેર કરવાની સાથેસ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીએસઈએ જણાવ્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ 2026 બોર્ડ પરીક્ષાની જેમરહેશે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો