ડાંગ જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટો ગાંજા વાવેતર કેસ! બરડા ગામમાંથી ₹15.48 લાખની કિંમતનો ગાંજો જપ્ત..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ગાંજાનો સૌથી મોટો કેસ શોધી કાઢી એક આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ દ્વારા ચલાવવામાં આવી રહેલા “નો ડ્રગ્સ ઈન સાઉથ ગુજરાત” અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ડાંગ પોલીસને એક મોટી સફળતા મળી છે. ડાંગ Local Crime Branch (LCB)નાં પી.એસ.આઈ.જે.જી.અનડકટની ટીમ અને વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.એ.એ.ચાવડાની ટીમ દ્વારા હાથ ધરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં ડાંગ જિલ્લામાં અત્યાર સુધીના સૌથી મોટી રકમના ગાંજાના વાવેતરનો કેસ શોધી કાઢવામાં આવ્યો છે.મળેલી ચોક્કસ બાતમીના આધારે વઘઈ તાલુકાનાં બરડા ગામે રહેતા 40 વર્ષીય હરીભાઈ રડકેભાઈ રાઠોડના ઘરના પાછળના વાડામાં ડાંગ પોલીસે દરોડો પાડ્યો હતો.આરોપીએ કોઈને શંકા ન જાય તે રીતે પોતાના વાડામાં મકાઈ, ભીંડા, કાકડી તેમજ ખરસાટાના છોડની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતુ.દરોડા દરમિયાન પોલીસે 3 ફૂટથી લઈને 13 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતા નાના-મોટા કુલ 7 જેટલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં જપ્ત કરવામાં આવેલા ગાંજાના લીલા છોડનું કુલ વજન 30.97 કિલોગ્રામ નોંધાયું છે, જેની અંદાજિત કિંમત ₹15,48,500 થવા જાય છે.ડાંગ LCBનાં  PSI જે. જી. અનડકટ અને વઘઈ PI એ. એ. ચાવડાની ટીમ દ્વારા આરોપી હરીભાઈ રાઠોડની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે.હાલમાં વઘઈ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે..

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો