MORBI:સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત માહિતી કચેરી દ્વારા કલેક્ટર કચેરી પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ


સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરા અને કચેરીના કર્મચારીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી પટાંગણમાં કર્યું વૃક્ષારોપણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા સેવા અને પર્યાવરણ જતનના ઉમદા હેતુ સાથે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાની આગેવાનીમાં જિલ્લા માહિતી વિભાગના કર્મયોગીઓ દ્વારા કલેક્ટર કચેરીના પરિસરમાં સઘન સ્વચ્છતા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કચેરી પરિસરમાં સાફ-સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના આશયથી કલેક્ટર કચેરી પટાંગણમાં વૃક્ષારોપણ કરી તેનું યોગ્ય જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.












