સેવા મારું યોગદાન’” અંતર્ગત આઈ.ટી.આઈ. મોડાસામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

“સેવા મારું યોગદાન’” અંતર્ગત આઈ.ટી.આઈ. મોડાસામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ હેઠળ આજે આઈ.ટી.આઈ. મોડાસા ખાતે ગાયત્રી પરિવાર, મોડાસાના સહયોગથી વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને તાલીમાર્થીઓમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી પ્રત્યે પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને તમાકુ, ગુટખા, બીડી-સિગારેટ તેમજ અન્ય વિવિધ પ્રકારના વ્યસનોથી થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ વ્યસનના કારણે વ્યક્તિ તેમજ તેના પરિવારના જીવન પર પડતી પ્રતિકૂળ અસરો અંગે માર્ગદર્શન આપી વ્યસનમુક્ત જીવન અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે વ્યસનથી થતા નુકસાનને દર્શાવતું જાગૃતિ પ્રદર્શન પણ યોજાયું હતું. પ્રદર્શનમાં વ્યસનના કારણે શરીરના વિવિધ અંગો પર થતી ગંભીર અસરોને દૃશ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી, જેના કારણે તાલીમાર્થીઓમાં વ્યસન પ્રત્યે જાગૃતિ અને સાવચેતીનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થીઓએ વ્યસનથી દૂર રહેવાનો તેમજ પોતાના મિત્રો, પરિવારજનો અને સમાજના અન્ય લોકોને પણ વ્યસનમુક્તિ તરફ પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલી અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા સમાજમાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ સ્વસ્થ, સંસ્કારી અને જવાબદાર સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો