નર્મદા : શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલના ત્રણ એનસીસી કેડેટની થલ સૈનિક કેમ્પ માટે પસંદગી

નર્મદા : શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલના ત્રણ એનસીસી કેડેટની થલ સૈનિક કેમ્પ માટે પસંદગી

 

રાજપીપળા: જુનેદ ખત્રી

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ, વડીયા રાજપીપળાના ત્રણ એનસીસી કેડેટની પ્રતિષ્ઠિત થલ સૈનિક કેમ્પ (TSC) માટે પસંદગી થતાં શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ છે.

શાળાના પ્રતિભાશાળી એનસીસી કેડેટ વસાવા આયુષ, વસાવા મનન અને વસાવા પ્રિયાંશીની વિવિધ પસંદગી પ્રક્રિયા અને તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરીને આધારે થલ સૈનિક કેમ્પ માટે પસંદગી કરવામાં આવી હતી.

 

પસંદગી બાદ ત્રણેય કેડેટોએ દિલ્હી ખાતે યોજાયેલા 10 દિવસીય થલ સૈનિક કેમ્પમાં ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કેડેટોએ વિવિધ લશ્કરી તાલીમ, શિસ્ત, પરેડ, શારીરિક કસોટી તેમજ અન્ય એનસીસી આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભા અને શિસ્તબદ્ધતા દર્શાવી હતી.

 

ત્રણેય કેડેટોની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય એનસીસી અધિકારી, શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ દેશસેવા તથા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્રણ કેડેટોની પસંદગીએ શાળાની એનસીસી પ્રવૃત્તિઓમાં એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિનો ઉમેરો કર્યો છે

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો