MORBI:મોરબી ‘યુવા શક્તિ ગ્રુપ’ના સંસ્થાપક પિયુષ બોપલીયાનો આજે જન્મદિવસ

MORBI:મોરબી ‘યુવા શક્તિ ગ્રુપ’ના સંસ્થાપક પિયુષ બોપલીયાનો આજે જન્મદિવસ

 

મોરબી : ભારતીય સેનામાં ફરજ બજાવી માતૃભૂમિની સેવા કર્યા બાદ, તેઓ મોરબી પરત આવી સતત લોકહિત અને સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે. ‘યુવા શક્તિ ગ્રુપ’ના માધ્યમથી તેઓ સેનાની શિસ્ત અને રાષ્ટ્રપ્રેમને સેવામાં બદલીને મોરબીમાં

યુવાનોને રાષ્ટ્રહિત, સામાજિક જવાબદારી અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પ્રેરિત કરી રહ્યા છે. મોરબી માં ૯ વર્ષથી આરોગ્ય સહાય, રક્તદાન અને જીવદયા જેવા અનેક ક્ષેત્રોમાં યુવા શક્તિ ગ્રુપનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.

તેમના દ્વારા શરૂ કરાયેલ ‘રક્તસેતુ’ અભિયાન હેઠળ હેન્ડ-ટુ-હેન્ડ બ્લડ ડોનેશનની મુહિમ સમગ્ર મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને ૨૪ કલાક અને ૩૬૫ દિવસ તાત્કાલિક લોહીની જરૂરિયાત પૂરી પાડી રહી છે. આ ઉપરાંત ‘જીવનસેતુ’ પ્રોજેક્ટ થકી જરૂરિયાતના સમયે શ્વાસનો સહારો આપતું ઓક્સીજન મશીનની નિસુલ્ક સેવા લોકોને નવજીવન આપી રહ્યું છે તેમજ બાળકોના સર્વાંગી શારીરિક-માનસિક વિકાસ માટે દર પુષ્ય નક્ષત્રે નિયમિત સુવર્ણપ્રાશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

ત્યારે આજે તેઓ પોતાના જીવનના

૩૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમાજસેવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા પિયુષ બોપલીયા પર આજે તમામ સામાજિક આગેવાનો, સ્નેહીઓ અને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. યુવા શક્તિ ફાઉન્ડેશન-93493 93693

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો