MORBI:મોરબીના સામાકાંઠે નિર્મલ જ્યોત પંપ નજીકથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ: ૨૬૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો

MORBI:મોરબીના સામાકાંઠે નિર્મલ જ્યોત પંપ નજીકથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ: ૨૬૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે નેશનલ હાઇવે પરથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી ૨૬૨ બોટલ વિદેશી દારૂ તેમજ કાર સહિત કુલ ₹૨.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન સામાકાંઠે આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલપંપ નજીક નેશનલ હાઇવે રોડ પર એક શંકાસ્પદ અલ્ટો કાર (નંબર GJ-13-NN-0346) નજરે પડી હતી. પોલીસે કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

વિદેશી દારૂ: ૨૬૨ બોટલ (કિંમત ₹૪૭,૧૧૮) અલ્ટો કાર: કિંમત ₹૨,૫૦,૦૦૦ કુલ મુદ્દામાલ: ₹૨,૯૭,૧૧૮ પોલીસે સ્થળ પરથી આરોપી બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા (રહે. ગામ લાલપર, તા. મોરબી)ની ધરપકડ કરી છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો