MORBI:મોરબી નજીક કરુણાંતિકા: સિરામિક ફેક્ટરીમાં ટ્રક નીચે રહી ગયેલું પાનું લેવા જતાં ટાયર ફરી વળ્યું; ૧૯ વર્ષીય ડ્રાઇવરનું મોત

MORBI:મોરબી નજીક કરુણાંતિકા: સિરામિક ફેક્ટરીમાં ટ્રક નીચે રહી ગયેલું પાનું લેવા જતાં ટાયર ફરી વળ્યું; ૧૯ વર્ષીય ડ્રાઇવરનું મોત

મોરબીના સરતાનપર રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીમાં અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો છે. ટ્રક રિપેરિંગ બાદ નીચે રહી ગયેલું પાનું લેવા જતાં અચાનક ટ્રક પાછળ ખસતાં ટાયર ફરી વળતાં ૧૯ વર્ષીય યુવાન ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના વારની ગામનો ૧૯ વર્ષીય દિલિપ કાલુરામ પવાર પોતાના ટ્રક (નંબર: RJ-50-GB-1836) માં ટાઇલ્સ ભરવા માટે મોરબીના સરતાનપર રોડ પર સ્થિત ‘રીચ સિરામિક’ ફેક્ટરીમાં આવ્યો હતો. ફેક્ટરી પરિસરમાં ટ્રકનો પિસ્ટન તૂટી જતાં મિસ્ત્રીને બોલાવી સમારકામ કરાવવામાં આવ્યું હતું.

મિસ્ત્રી કામ પૂરું કરીને ગયા બાદ દિલિપ ટ્રકમાં એર-પ્રેશર ભરી રહ્યો હતો. તે દરમિયાન તેને યાદ આવ્યું કે મિસ્ત્રીનું નટ-બોલ્ટ ખોલવાનું પાનું ટ્રકની કેબિન નીચે જ રહી ગયું છે. સાવચેતી રાખ્યા વિના કે હેન્ડબ્રેક સુનિશ્ચિત કર્યા વગર તે ઉતાવળે પાનું લેવા ટ્રક નીચે ગયો હતો.

યુવક નીચે પ્રવેશતા જ ટ્રક અચાનક ઢાળ કે દબાણને કારણે પાછળની તરફ રળી પડ્યો હતો, જેના પરિણામે કેબિનની પાછળનું વજનદાર ટાયર દિલિપના પેટ અને કમરના ભાગ પર ફરી વળ્યું હતું.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દિલિપને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો