MORBI: દેવદૂત બની મોરબી 108ની ટીમ! ઇમરજન્સીમાં રસ્તા વચ્ચે જ કરાવી સફળ પ્રસૂતિ: માતા અને શિશુ બંને સ્વસ્થ

MORBI: દેવદૂત બની મોરબી 108ની ટીમ! ઇમરજન્સીમાં રસ્તા વચ્ચે જ કરાવી સફળ પ્રસૂતિ: માતા અને શિશુ બંને સ્વસ્થ

 

મોરબી: મોરબી 108ની ટીમે ઇમરજન્સીની ઘડીએ સમયસર સારવાર અને તબીબી માર્ગદર્શનના સહયોગથી સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાતને સુરક્ષિત રીતે Parth Hospital, Halvad ખાતે પહોંચાડ્યા હતા.

મળતી વિગતો મુજબ સોનલબેન સુરેશભાઈ સુરાણીને પ્રસૂતિની પીડા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સોનલબેનની આ પાંચમી પ્રસૂતિ હતી. તેમની અગાઉની પ્રસૂતિમાં પ્રથમ ડિલિવરી નોર્મલ, બીજી ડિલિવરી સિઝેરિયન અને ત્રીજી તથા ચોથી ડિલિવરી નોર્મલ રહી હતી.

 

📞 108 કોલનો સમય: 02:36 🚑 પેશન્ટ સુધી પહોંચવાનો સમય: 03:02 👶 ડિલિવરીનો સમય: 03:38 પેશન્ટને Parth Hospital, Halvad ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ પ્રસૂતિની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને EMT Akshay Gohil દ્વારા ERCP Dr. Patelના ટેલિફોનિક તબીબી માર્ગદર્શન હેઠળ જરૂરી તાત્કાલિક પ્રસૂતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

 

સૂઝબૂઝ અને તાલીમબદ્ધ કામગીરીના પરિણામે પાંચમી પ્રસૂતિ પણ નોર્મલ રીતે સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી. ત્યારબાદ માતા અને નવજાતના વાઇટલ્સનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

 

આ સમગ્ર કામગીરી દરમિયાન Pilot Nayan Limbasiyaએ એમ્બ્યુલન્સને કુશળતાપૂર્વક અને સુરક્ષિત રીતે kravi હતી. ત્યારબાદ માતા અને નવજાતને જરૂરી તબીબી સંભાળ સાથે હોસ્પિટલમાં સુરક્ષિત રીતે હેન્ડઓવર કરવામાં આવ્યા હતા.

આ બનાવ દર્શાવે છે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં તાલીમબદ્ધ EMTની નિર્ણયક્ષમતા, ERCPનું તબીબી માર્ગદર્શન અને Pilotની કુશળતા સાથે મળીને દર્દી અને નવજાત માટે કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

108 ટીમની સમયસર અને જવાબદારીપૂર્ણ કામગીરી બદલ પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ માતા અને નવજાત બંને સ્વસ્થ હોવાનું જણાવાયું છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો