વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા
મ
રૂ. ૪૦ લાખના ખર્ચે ચીખલી રોડ પર બનશે ખેરગામ ગ્રામ પંચાયતનું નવું ભવન
ખેરગામ ગ્રામ પંચાયતના નવા મકાનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સરપંચ શ્રી ઝરણાબેન ધર્મેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ચીખલી રોડ પર પોસ્ટ ઓફિસની બાજુમાં અંદાજિત રૂ. ૪૦ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ થનાર છે.ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ કોંગ્રેસના ખેરગામ તાલુકા પ્રમુખ શશીનભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, ધર્મેશભાઈ બહેજ, માજી સભ્ય ગીરીશભાઈ રાજુભાઈ આહીર, ધનસુખભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જોકે, આ સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિ વધુ જોવા મળતા કાર્યક્રમની રાજકીય છાપ પણ ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ ભાજપના મોટા આગેવાનો તેમજ સંબંધિત સરકારી તંત્રના અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી.આથી ગ્રામજનોમાં સવાલ ઉઠ્યો હતો કે રૂ. ૪૦ લાખના જાહેર ખર્ચે બનનાર ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્તમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિ કેમ જોવા મળી નહીં? શું ગ્રામ પંચાયતનો આ કાર્યક્રમ માત્ર રાજકીય કાર્યક્રમ બનીને રહી ગયો?ભાજપના આગેવાનો કે સરકારી અધિકારીઓની ગેરહાજરીનું સત્તાવાર કારણ જાણવા મળ્યું નથી. તેથી આ મુદ્દો આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં વધુ ચર્ચાનો વિષય બને છે કે કેમ તે જોવું રહ્યું.









