કાલોલના દેલોલ તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન યુવાન ડૂબ્યો: સમાચાર મળતા જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટનાસ્થળે દોડી આવ્યા.

તારીખ ૨૬/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ તળાવ ખાતે ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન એક કરુણ ઘટના બની હતી. બાપ્પાને વિદાય આપતી વખતે દેલોલ ગામનો યુવાન હિતેશ રાઠોડ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ગમગીની છવાઈ ગઈ હતી.

આ દુર્ઘટનાના સમાચાર મળતા જ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રજાના સાચા સેવક તરીકે તેઓ છેલ્લે સુધી ઘટનાસ્થળે અડીખમ ઊભા રહ્યા હતા અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનું મોનિટરિંગ કર્યું હતું.જ્યાં ધારાસભ્યએ તાત્કાલિક અસરથી કાલોલ મામલતદાર, કાલોલ પોલીસ અને કાલોલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવી હતી. તરવૈયાઓની મદદથી તળાવમાં યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરાવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી ભારે જહેમત બાદ આખરે મોડી રાત્રે લાપતા યુવાન હિતેશ રાઠોડનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી દેલોલ ગામમાં શોકનો માહોલ છે. ઘટના સમયે તળાવ કિનારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને ધારાસભ્યની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતાને બિરદાવી હતી.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો