MORBI:બેંક-ફાયનાન્સના રિકવરી એજન્ટોના આતંક સામે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને: ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત

MORBI:બેંક-ફાયનાન્સના રિકવરી એજન્ટોના આતંક સામે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને: ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત

મોરબી:વધતી જતી મોંઘવારી અને આર્થિક મંદી વચ્ચે સામાન્ય નાગરિકો માટે ઘર, વાહન કે ધંધાકીય લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે, ત્યારે બીજી તરફ બેંકો અને ફાયનાન્સ કંપનીઓના રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકોને અપાતા માનસિક તેમજ શારીરિક ત્રાસ સામે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે લાલ આંખ કરી છે. આ મામલે મંડળના પ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી કડક કાર્યવાહી અને સ્પષ્ટ નિયમો ઘડવા માંગણી કરવામાં આવી છે.

હપ્તા બાકી હોય તો વાહન ઉપાડી જવું કે મકાન સીલ કરવાની મંજૂરી કોણે આપી?

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જો કોઈ ગ્રાહકના બેથી ત્રણ હપ્તા ચડી જાય તો રિકવરી એજન્ટો રસ્તા પરથી વાહન બળજબરીપૂર્વક ખેંચી જાય છે અથવા મકાન સીલ કરી દેવાની ધમકી આપે છે. મંડળે પ્રશ્ન ઉઠાવ્યો છે કે:

શું રિઝર્વ બેંક (RBI) કે સરકાર દ્વારા રિકવરી એજન્ટોને આવી દાદાગીરી અને બળજબરી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે?

વાહન જપ્ત કર્યા બાદ તેને છોડાવવા માટે કોઈ પણ પ્રકારની પહોંચ (Receipt) આપ્યા વિના રૂ. ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ જેવી ગેરકાયદેસર રકમ વસૂલવામાં આવે છે.

ગ્રાહકોના ઘરે જઈને પરિવાર, મહિલાઓ અને બાળકોની હાજરીમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાકધમકીઓ આપવામાં આવી રહી છે.

પોલીસ કાર્યવાહી અને FIR અંગે સ્પષ્ટતા કરવા માંગ

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગૃહ વિભાગ સમક્ષ માંગણી કરી છે કે આવા અત્યાચાર સામે સ્થાનિક પોલીસ કઈ કલમો હેઠળ ગ્રાહકને મદદ કરી શકે અને ગેરકાયદે દાદાગીરી કરતા એજન્ટો સામે તાત્કાલિક FIR દાખલ થઈ શકે તે અંગે રાજ્યવ્યાપી સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર થવી જોઈએ.

જૂની પ્રણાલી પુનઃ શરૂ કરવા અને પરિપત્ર બહાર પાડવા રજૂઆતઅરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂર્વે જ્યારે મિલકત જપ્તીની કાર્યવાહી થતી ત્યારે માનનીય કલેક્ટરશ્રી દ્વારા ગ્રાહક અને બેંક બંને પક્ષોને સાંભળવામાં આવતા હતા અને ત્યારબાદ જ કાયદેસરનો હુકમ થતો હતો. મંડળે માંગ કરી છે કે:મકાન સીલ કરવું કે વાહન જપ્ત કરતી વખતે જવાબદાર સરકારી અધિકારીની હાજરી ફરજિયાત બનાવવી જોઈએ.ગ્રાહકોના અધિકારો અને રિકવરીના નિયમો અંગે જનજાગૃતિ ફેલાવતો સ્પષ્ટ પરિપત્ર સરકાર અને આરબીઆઈ દ્વારા તાત્કાલિક બહાર પાડવામાં આવે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો