Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિ

તા.૨૬/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

‘વિકસિત ભારત ૨૦૪૭’ વિઝન અંતર્ગત રાજકોટમાં યોજાઈ તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા

૧૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ‘મારા સપનાનું વિકસિત ભારત’ તેમજ ‘સેવા અને સુશાસન’ વિષય પર રજૂ કર્યું કલા-કૌશલ્ય

Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા જિલ્લા ગાર્ડન સ્થિત શાળા નં. ૪૮ શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનરશ્રી (શાળાઓની કચેરી)ના માર્ગદર્શન હેઠળ, આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના લક્ષ્ય સાથે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષની સફળ યાત્રાને બિરદાવવા માટે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા કક્ષાએ ધોરણ ૬થી ૧૨માં ચિત્ર સ્પર્ધામાં ૧૬,૦૪૦ અને વક્તૃત્વ સ્પર્ધામાં ૧,૭૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી શાળા/ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ પૈકી તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધામાં ૭૪૨ અને વક્તૃત્વ સ્પર્ધામાં ૬૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના મુખ્ય વિષયો “મારા સપનાનું વિકસિત ભારત” અને “સેવા અને સુશાસનના ૨૫ વર્ષ” હતા. વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ, શાળા પ્રવેશોત્સવ, જળ સંચય, સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાનની સફળતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ૧૫ જેટલા વિવિધ વિષયો પર પોતાની સર્જનાત્મક કલા-કૌશલ્ય અને વક્તૃત્વ શક્તિ રજૂ કરી હતી.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા તથા કૌશલ્યની મુક્ત મને પ્રશંસા કરી હતી.

આ સમગ્ર આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટના ચેરમેન શ્રી વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન શ્રી પ્રવિણભાઈ નિમાવત, શાસનાધિકારી શ્રી રમેશભાઈ જેઠવા, યુ.આર.સી. શ્રી સંદિપભાઈ ડાંગર અને શ્રી ભરતભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણી શ્રી માધવભાઈ દવે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો