વાંસદામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત તાલુકા કક્ષાની વકૃત્વ-ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

55 જેટલા વિદ્યાર્થીઓએ વકૃત્વ સ્પર્ધામાં લીધો ભાગ, વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી કરાયા પ્રોત્સાહિત

વાંસદા: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના હેતુથી તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન-2026” અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા વાંસદા તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન પ્રતાપ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં વાંસદા તાલુકાની વિવિધ શાળાઓમાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓમાંથી પ્રથમ ક્રમે પસંદગી પામેલા 55 જેટલા વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.પ્રાથમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાંપ્રથમ ક્રમે: અનિતાબેન દિનેશભાઈ ગવળી – જાગીરી ફળિયા વર્ગ શાળા, બારતાડદ્વિતીય ક્રમે: અપૂર્વા ગણેશભાઈ પટેલ – પીએમ શ્રી ગુજરાત પ્રાથમિક વિદ્યામંદિર, ઉપસળ

તૃતીય ક્રમે: પ્રિયેશભાઈ નિમેષભાઈ ઘૂઘસે – શ્રી વલ્લભ આશ્રમ શાળા, કુરેલીયા પ્રાથમિક વિભાગની વકૃત્વ સ્પર્ધામાં

પ્રથમ ક્રમે: માહી મિતેશભાઈ દ્વિવેદી – ઉનાઈ પ્રાથમિક શાળા

દ્વિતીય ક્રમે: ક્રિષા સતિષભાઈ પટેલ – રંગપુર પ્રાથમિક શાળા

તૃતીય ક્રમે: ઝોયા હમીર શેખ – પ્રતાપ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના ચિત્રોનું નિરીક્ષણ કરી તેમની સર્જનાત્મકતાને બિરદાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી ડો. લોચન શાસ્ત્રી, વાંસદા આદિજાતિ મોરચા પ્રમુખ પિયુષભાઈ પટેલ, ભાજપ સંગઠન ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, તાલુકા BRC કો-ઓર્ડિનેટર હેમંતકુમાર પટેલ, SVS કન્વીનર શૈલેષભાઈ, કુરેલીયા માધ્યમિક શાળાના આચાર્ય વિમલભાઈ તેમજ આયોજક અને પ્રતાપ હાઈસ્કૂલના કન્વીનર જયદીપભાઈસહિતના આગેવાનો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને વક્તૃત્વ પ્રતિભાને પ્રોત્સાહન આપતું આ આયોજન “સેવા સંકલ્પ અભિયાન”ને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડવાનું મહત્વપૂર્ણ પગલું બન્યું હતું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો