નાગાલેન્ડમાં શંકાસ્પદ ઝેરી દા*રૂ પીવાથી છેલ્લા બે દિવસમાં 19 લોકોના મો*ત

નાગાલેન્ડ રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક વેસુપ્રા કેઝોએ જણાવ્યું હતું કે, SITની ટીમ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે દારૂના સેમ્પલ ગુવાહાટી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસે સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે અને અંદાજે 3000 જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે.

આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા લોકોને અજાણ્યા, વગર લેબલવાળા અથવા શંકાસ્પદ ગેરકાયદેસર દારૂનું સેવન ન કરવાની કડક સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ દારૂ પીધા બાદ ચક્કર આવવા, આંખે અંધારા આવવા, શ્વાસ લેવામાં તકલીફ કે બેભાન થવા જેવા લક્ષણો અનુભવે, તો તાત્કાલિક ધોરણે તબીબી સહાય લેવા અપીલ કરવામાં આવી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો