Rajkot: ‘સેવા એ જ સંકલ્પ’રાજકોટ ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો અને કારકિર્દી સેમિનાર યોજાયો

તા.૨૬/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

યુવાનો નોકરી શોધનારામાંથી નોકરી આપનારા બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી રાજ્યની તમામ આઈ.ટી.આઈ.ને અદ્યતન કરવામાં આવી રહી છે

ભરતીમેળામાં ૩૦ ખાનગી એકમો દ્વારા ઉમેદવારોના સ્થળ પર જ ઇન્ટરવ્યુ લેવાય૦૦૦૦

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતીમાં રાજકોટ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પી.ડી.માલવીયા કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં ૧,૦૦૦થી વધુ ઉમેદવારોના રજીસ્ટ્રેશન થયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોને સ્થાનિક સ્તરે જ યોગ્ય કૌશલ્યયુક્ત તાલીમ અને રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં નવી ટેકનોલોજી આધારિત ઉદ્યોગો ઝડપથી આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી રાજ્યની તમામ આઈ.ટી.આઈ. અદ્યતન કરવામાં આવી રહી છે. ઉદ્યોગોની માંગ મુજબ નવીન મશીનરી સાથે યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, નોકરી કરતા કે અન્ય યુવાનો માટે ૩ મહિના, ૬ મહિના કે ૧ વર્ષના શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સિસ દ્વારા અપ-સ્કિલિંગની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં રોજગાર સર્જનની પરિસ્થિતિ વિશે વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૨૩,૦૦૦ જેટલા રોજગાર ઇચ્છુકો અને ૩,૨૯૮ જેટલા નોકરીદાતાઓ નોંધાયેલા છે. રાજકોટ રોજગાર કચેરી દ્વારા અત્યાર સુધીમાં ૨૬૭ જેટલા ભરતી મેળાઓનું આયોજન કરીને ૧,૦૯,૦૦૦ થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં સફળતા મળી છે.

કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્કિલ ઈન્ડિયા’, ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં યુવાનો નોકરી શોધનારામાંથી નોકરી આપનારા બને તેવું સકારાત્મક વાતાવરણ નિર્માણ પામ્યું છે. યુવાનો જે પણ ક્ષેત્રમાં જોડાય તેમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરીને પોતાના અને પરિવારના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવી મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મેયર શ્રી ડૉ. નેહલભાઈ શુક્લએ જણાવ્યું કે, આજે યુવાનો રોજગારી મેળવવા આવ્યા છે, પણ ભવિષ્યમાં તેઓ માત્ર રોજગાર મેળવનાર નહીં પરંતુ રોજગારી આપનાર બને તેવો દ્રષ્ટિકોણ અને વિઝન રાખવું જોઈએ. તેમણે સંઘર્ષ અને મહેનતનું મહત્વ સમજાવતા કહ્યું કે હતું કે, સંઘર્ષ વિના પ્રગતિ શક્ય નથી. સૌરાષ્ટ્રની ધરતીમાં ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે, તેથી યુવાનોએ આળસ છોડી અને મહેનત કરીને સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના આ યુગમાં નવા આઇડિયા સાથે આગળ વધવું જોઈએ. ભારતને ૨૦૪૭ પહેલા વિકસિત રાષ્ટ્ર બનાવવાની જવાબદારી માત્ર સરકારની જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકની છે. ૧૫૦ કરોડ નાગરિકો જો એક-એક સકારાત્મક સંકલ્પ લે, તો મોટું પરિવર્તન આવી શકે છે.

યુવાનોને પ્રોત્સાહિત કરતાં ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આયોજિત રોજગાર મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ યુવાનોને પોતાના ઘર આંગણે જ રોજગારીની તકો પૂરી પાડવાનો છે. આજે ભારતનો યુવાન દરેક ક્ષેત્રમાં પોતાની સ્કિલ અને ઉદ્યોગસાહસિકતા થકી આગળ વધી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં દેશનું નામ ગુંજતું કર્યું છે. સ્વામી વિવેકાનંદના “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” ના સૂત્રને યાદ અપાવતા તેમણે યુવાનોને પોતાના સપના પરિપૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું.

આ અવસરે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ યુવાનોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, જ્યાં પણ નોકરી કે રોજગારીની તક મળે ત્યાં પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરવાથી વિકાસ ઝડપથી આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ ૨ લાખથી વધુ એમ.એસ.એમ.ઈ. ઇન્ડસ્ટ્રીઝ ધરાવતું મહત્વનું શહેર છે. જો યુવાનો સ્કીલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપશે તો તેમણે નોકરી કે રોજગારી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, તેમને ઘર આંગણે જ ઉત્તમ તકો મળી રહેશે.

આ તકે ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સમગ્ર દેશમાં ક્રાંતિકારી પદ્ધતિથી રોજગાર મેળાઓનું આયોજન કરી યુવાનોને આજીવિકા પૂરી પાડવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનો યુવા વર્ગ જ તેનો મુખ્ય પાયો છે. યુવાનને જ્યારે રોજગારી મળે છે ત્યારે તેના સમગ્ર પરિવારમાં ખુશાલી આવે છે. રાજ્ય સરકાર તેમજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઓનલાઈન પારદર્શક સિસ્ટમ અને મેરિટના આધારે કોઈ પણ વચેટિયા વગર સીધી અને સરળ રીતે યુવાનોને નોકરી આપવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

આ અવસરે જિલ્લા રોજગાર અને તાલીમ કચેરીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, અધિક નિવાસી કલેકટર શ્રી જે.એચ. બારોટ સહિતના અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભરતીમેળામાં ૩૦ ખાનગી એકમો તથા કંપનીઓ દ્વારા ઉપસ્થિત રહીને ઉમેદવારોના સ્થળ પર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં SSC, HSC, ITI, ડિપ્લોમા/બી.ઈ. તથા અન્ય પ્રવાહમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ પર નોકરીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જ નિષ્ણાતો દ્વારા યુવાનોને તેમની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા અને નવી સ્કિલ્સ શીખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો