MORBI:મોરબી કંડલા બાયપાસ પર પીએમ આવાસ યોજના પાસે જુગાર રમતી ૮ મહિલા સહિત ૯ શખ્સો ઝડપાયા 

MORBI:મોરબી કંડલા બાયપાસ પર પીએમ આવાસ યોજના પાસે જુગાર રમતી ૮ મહિલા સહિત ૯ શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન કંડલા બાયપાસ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર દરોડો પાડી ૮ મહિલાઓ સહિત કુલ ૯ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે.

મળતી વિગતો અનુસાર, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કંડલા બાયપાસ સ્થિત પીએમ આવાસ યોજના નજીક જાહેર જગ્યામાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા તીનપત્તીનો જુગાર રમી રહેલા ૮ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૯ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૧૨,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ: નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા (રહે. આનંદનગર, મયુર સોસાયટી બાજુમાં, સામાકાંઠે, મોરબી) ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા (રહે. બ્લોક નં. બી/૬/૨૦૪, પી.એમ. આવાસ યોજના, કંડલા બાયપાસ, મોરબી) ઇલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા (રહે. બી-૧૭, ત્રીજો માળ, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ પાસે, મોરબી)ગંગાબેન બચુભાઈ ઠાકોર (રહે. બી-૪, ત્રીજો માળ, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ પાસે, મોરબી)વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ (રહે. બી-૮-૨૦૬, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ, મોરબી) ચંપાબેન બચુભાઈ અઘારા (રહે. બી-૧૨, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ, મોરબી) પ્રીતીબેન મુકેશભાઈ વસાણીયા રહે. ખુલ્લા પાસે, મયુર સોસાયટી, સામાકાંઠે, મોરબી) વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી (રહે. શેરી નં-૩, લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરબી) જાનકીબેન રાજેશભાઈ ચારેલા (રહે. ફ્લેટ નં-૪૦૫, કિરણ પોઈન્ટ, રવાપર ઝાંપા, મોરબી) મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો