MALIYA:માળિયા મીંયાણા બનેવીના ભંગારના ડેલા પર બેસવા બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો

MALIYA:માળિયા મીંયાણા બનેવીના ભંગારના ડેલા પર બેસવા બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો

માળિયા મીંયાણા:કંડલા-મોરબી નેશનલ હાઇવે પર પંચવટી ગામના પાટિયા નજીક નજીવી બાબતે યુવક પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાની ઘટના સામે આવી છે. બનેવીના ભંગારના ડેલા પર બેસવા જેવી સામાન્ય તકરારમાં એક શખ્સે યુવકને બેફામ ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યા બાદ લોખંડના પાઇપ વડે હુમલો કરતાં માળિયા મીંયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, માળિયા મીંયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (ઉં.વ. ૨૩) એ આરોપી અકબર સુલતાનભાઈ કટિયા (રહે. ખીરઈ, તા. માળિયા મીંયાણા) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સમીરભાઈ કંડલા-મોરબી હાઇવે પર પંચવટી ગામના પાટિયા પાસે આવેલા પોતાના બનેવીના ભંગારના ડેલા પર બેસવા જતા હતા. આરોપી અકબર કટિયાને આ બાબત પસંદ ન હોવાથી તેણે સમીરભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. તકરાર ઉગ્ર બનતાં આરોપીએ ગાળો આપી, ઝપાઝપી કરી શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતાં, આરોપીએ લોખંડના પાઇપ વડે હુમલો કરી સમીરભાઈના જમણા પગે ગંભીર માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું તેમજ માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે માળિયા મીંયાણા પોલીસે આરોપી અકબર સુલતાનભાઈ કટિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો