જગાણા સેવા સહકારી મંડળીની ૬૯મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

27 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગાણા સેવા સહકારી મંડળીની ૬૯મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.પાલનપુર તાલુકાના જગાણા ખાતે ચતુમૃર્ખ મહાદેવના સાનિધ્ય ખાતે શ્રી સેવા સહકારી મંડળીની ૬૯ મી વાર્ષિક સાધારણ સભા હરેશભાઈ કરેણના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સેવા સહકારી મંડળીના હિસાબો વંચાણે લીધા હતા ગત સભાની કાર્યવાહી વંચાણે લીધી, નફાની ફાળવણી ૧૦%પ્રમાણે ડિવિડન્ડ સભાસદો ને આપવું, તેમજ ગત વર્ષના ઓડિટ રીપોર્ટ વંચાણે લેવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ૨૦૨૫-૨૦૨૬ નું અંદાજપત્ર મંજૂર કરાયું તેમજ શેર સભાસદોના હિતમાં સાધારણ સભામાં નિર્ણયો લેવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં ચેરમેન હરેશભાઈ કરેણ, જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર, રતીભાઇ લોહ, મંત્રીશ્રી ડુંગરભાઈ કરેણ,હિતેશભાઈ ચૌધરી,વિનોદભાઈ ચૌધરી ડિરેકટરશ્રી જેવા મહાનુભાવો આ સાધારણ સભામાં બહોળી સંખ્યામાં સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંતે આભારવિધિ ભેમજીભાઈ ચૌધરીએ કરી હતી સેવા સહકારી મંડળીની ૬૯ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો