કાલોલમાં હડકાયા કૂતરાનો આતંક: એક જ દિવસમાં 26થી વધુ લોકોને ભર્યા બચકા, શહેરમાં ફફડાટ સાથે નગરજનોની તંત્ર સામે રોષ.

તારીખ ૨૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં હડકાયા કૂતરાના આતંકથી શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજરોજ વહેલી સવારથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં એક જ દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હડકાયા કૂતરાએ આશરે 26 જેટલા લોકોને બચકા ભરતા નગરમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ હડકાયા કૂતરાએ નગરના કસ્બા વિસ્તાર,નુરાની ચોક,કાનાવાગા, મોગલવાડા,બજાર વિસ્તારના કાઠિયાવાડ સહિતના ગીચ વિસ્તારોમાં રાહદારીઓ,નાના બાળકો સાથે મહિલાઓને અને વૃદ્ધોને નિશાન બનાવ્યા હતા. મોટાભાગના લોકોને પગના ભાગે બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં ઘટનાની જાણ થતા જ ઇજાગ્રસ્તોને પોતાના સ્વજનો તાત્કાલિક સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને હડકવા વિરોધી ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા ચારથી પાંચ જેટલા દર્દીઓને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોને કૂતરું કરડવાની ઘટના બનતા નગરજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હડકાયા કૂતરાને તાત્કાલિક ઝડપી પાડી તેનો નિકાલ કરવામાં આવે અને રખડતા શ્વાનોને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. અને નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો