ખેરગામ APMC સબયાર્ડમાં ખેડૂતોના હકના ‘વેચાણ કમ પ્રદર્શન સેન્ટર’માં વેપારીઓને ગેરકાયદેસર ફાળવણી: તપાસની માંગ સાથે જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત    

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજાર સમિતિઓને આધુનિક સગવડો ઊભી કરવા માટે સહાય પૂરી પાડવાની યોજના અંતર્ગત ચીખલી તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના ખેરગામ સબયાર્ડ ખાતે ‘વેચાણ કમ પ્રદર્શન સેન્ટર’ (૧૦૦% સહાય) બનાવવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત રૂ. ૫૦.૦૦ લાખની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટના મંજૂરી આદેશની મુખ્ય શરત (શરત નં. ૧૦) સ્પષ્ટપણે જણાવે છે કે આ સેન્ટરનો ઉપયોગ માત્રને માત્ર સ્થાનિક ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના વેચાણ અને પ્રદર્શન માટે તદ્દન રાહત દરે આપવા માટે જ કરવાનો રહેશે. ઉપરાંત, આ દુકાન કે મકાનનું હરાજીથી વેચાણ કરી શકાશે નહીં.

પરંતુ, APMC ચીખલી દ્વારા સરકારના આ આદેશ અને શરતોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. વંકાલ (તા. ચીખલી) ના રહીશ અને APMC ના ચૂંટાયેલા ડિરેક્ટર શ્રી ભાવિન દિનેશચંદ્ર પટેલે નવસારી જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) ને એક લેખિત ફરિયાદ પાઠવી છે.

આ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે, ખેરગામ સબયાર્ડમાં વેચાણ કમ પ્રદર્શન સેન્ટરનું કામ હજુ ચાલુ હોવા છતાં, સત્તાધીશો દ્વારા ખેડૂતોને બાકાત રાખીને શરત નં. ૧૦ નો ખુલ્લો ભંગ કરી આ જગ્યાઓ સ્થાનિક વેપારીઓને ફાળવી દેવામાં આવી છે. સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં ખેડૂતોના હકની જગ્યા વેપારીઓને કઈ રીતે અને ક્યા આધારે પધરાવી દેવામાં આવી તે એક મોટો સવાલ છે.

APMC ડિરેક્ટર શ્રી ભાવિન પટેલે માંગણી કરી છે કે:

૧. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવે.

૨. ગેરકાયદેસર રીતે સેન્ટરમાં ઘૂસી ગયેલા વેપારીઓને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવે.

૩. સરકારના મૂળ હેતુ મુજબ આ સેન્ટરનો લાભ સાચા અને સ્થાનિક ખેડૂતોને જ મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે સહકારી સંસ્થાઓમાં થતા આવા કથિત ગેરવહીવટ સામે સહકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેવા કડક પગલાં ભરે છે તેના પર સ્થાનિક ખેડૂતોની મીટ મંડાયેલી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો