તા.27/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં ગંભીર ગુન્હાઓ આચરી નાસતા- ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે આપેલ કડક સૂચનાઓના પગલે રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા સાંપડી છે. ગુજસીટોકના ગુન્હામાં જામીન પર છૂટી ફરીથી કરોડો રૂપિયાના વિદેશી દારૂનું ગેરકાયદે નેટવર્ક ચલાવતી અને ગુન્હાઓમાં નાસતી-ફરતી આંતરજિલ્લા ગેડીયા ગેંગની કુખ્યાત મહિલા સાગરીત બિલ્કીશબેન હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેકને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડી છે. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ પીએસઆઇ પી. એન. મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ, પી. સી. સરતેજા તથા સ્ટાફ દ્વારા નાસતા-ફરતા ગુનેગારો ઉપર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કરોડો રૂપિયાના પ્રોહિબિશનના ગુન્હાઓમાં વોન્ટેડ મહિલા આરોપી કમાલપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થવાની છે. મળેલ માહિતી આધારે પીએસઆઇ એ.વાય.ઉધાસ, પી. સી. સરતેજા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, બલદેવસીંઘ મનજીતસીંઘ, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમાર સહિતની ટીમે સફળ વોચ ગોઠવી કમાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી બિલ્કીશબાનુને હસ્તગત કરી હતી. મહિલા આરોપી બિલ્કીશબાનુ જત મલેક જામીન પર છૂટ્યા બાદ ફરીથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મંગાવી તેનું નેટવર્ક ચલાવતી હતી. તે નીચે મુજબના રૂ. ૩.૩૨ કરોડથી વધુની મત્તાના દારૂના ૩ મોટા ગુન્હાઓમાં નાસતી-ફરતી હતી જેમાં સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે., સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે., અમદાવાદ ગ્રામ્ય સાણંદ GIDC પો.સ્ટે., પકડાયેલ મહિલા આરોપી બિલ્કીશબાનુ વિરૂદ્ધ અગાઉ પણ હત્યાનો પ્રયાસ, ચોરી, આર્મ્સ એક્ટ, ગુજસીટોક અને પાસા સહિતના ૧૨ ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે જેમાં સુરેન્દ્રનગર વઢવાણ, અહમદાબાદ ગ્રામ્ય વિરમગામ, સુરેન્દ્રનગર બજાણા, સુરેન્દ્રનગર બજાણા, સુરેન્દ્રનગર બજાણા, વિરમગામ રૂરલ, ધ્રાંગધ્રા તાલુકા, વિરમગામ ટાઉન, સુરેન્દ્રનગર બજાણા, સુરેન્દ્રનગર બજાણા સહિતના રાજકોટ રેન્જની ટીમે મહિલા આરોપીને ઝડપી પાડી આગળની ઘટતી કાયદેસરની કાર્યવાહી અર્થે બજાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી છે. આ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને દારૂના સપ્લાય નેટવર્ક અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









