ધાંગધ્રા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો

તા.27/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

રાષ્ટ્રના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી: હાર્દિકભાઈ ટમાલીયા

રાષ્ટ્રના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી: હાર્દિકભાઈ ટમાલીયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાશક્તિને દેશના વિકાસ સાથે જોડવાના હેતુથી ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં ચાલી રહેલી અભૂતપૂર્વ વિકાસયાત્રા, યુવા સશક્તિકરણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારના નવતર અવસરો અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાએ ઉપસ્થિત યુવાનો સાથે સીધો સંવાદ સાધીને તેમના વિચારો, સૂચનો અને પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. યુવાનોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે, દેશ અને સમાજના સર્વાંગી વિકાસમાં યુવાશક્તિની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. યુવાનો તેમની કાર્યક્ષમતા અને નવીન વિચારો દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. કાર્યક્રમમાં હાજર રહેલા યુવાનોએ રાષ્ટ્રના ઉત્થાન અને પ્રગતિમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પૂર્ણ યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો