ટીંબરવા-સાધલી માર્ગ પર આવેલા રાજગોર ફાર્મ ખાતે શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ

શિનોર તાલુકાના ટીંબરવા-સાધલી માર્ગ પર આવેલા રાજગોર ફાર્મ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અંગે ચર્ચા થઈ હતી.

બેઠક દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સંગઠનની કામગીરીને વધુ વેગ આપવા અંગે ચર્ચા કરી હતી. સાથે જ હાલના તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમૂલ પટેલની કામગીરી અંગે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બેઠકમાં ધ્રુપદ પટેલને શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ કરવામાં આવી હતી અને તેમના સમર્થનમાં હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની સહીઓ સાથેનો પત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રજૂ કરવાની વાત કરવામાં આવી હતી.

બેઠકમાં લલિતચંદ્ર વસાવા, અવાખલ ઉર્ફે ટીનાભાઈ, રાજુભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ધ્રુપદ પટેલની નિમણૂક અંગે જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો