MORBI:મોરબી ટંકારાના ડેમી-૨ ડેમમાંથી ૪૦૨૦ ક્યુસેક પાણી છોડાશે, હેઠવાસના ૧૦ ગામોને હાઈ એલર્ટ કરાયા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ સિંચાઈ યોજના (દરવાજાવાળા ડેમ)માંથી હેઠવાસમાં પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેઠવાસમાં આવેલા ચેકડેમોને ભરવા માટે કુલ ૮૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવાની દરખાસ્તને ગુજરાત સરકારના નર્મદા અને જળસંપત્તિ વિભાગ તરફથી વહીવટી મંજૂરી મળી ગઈ છે.

તંત્ર દ્વારા મળેલી વિગતો અનુસાર, તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડેમના ૩ રેડીયલ ગેટ ૨ ફુટ સુધી ખોલવામાં આવશે અને નદીમાં ૪૦૨૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ વહાવવામાં આવશે.
નદીના પટમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવવાનો હોવાથી આસપાસના તાલુકા અને જિલ્લાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે:
ટંકારા તાલુકો: નસીતપર, નાના રામપર, મોટા રામપરમોરબી તાલુકો: ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર (બેલા)જોડિયા તાલુકો (જામનગર જિલ્લો): માવનુ ગામ
નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં પશુઓ ચરાવવા કે કોઈપણ વ્યક્તિએ અવરજવર કરવી નહીં.નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેત રહેવું અને નદી કિનારાથી સલામત અંતર જાળવવું.ખેડૂતો અને ગ્રામજનોએ નદીના પટમાં રાખેલા પોતાના સાધન-સામગ્રી કે એન્જિન સલામત સ્થળે ખસેડી લેવા.












