કાલોલમાં રાજપુતાના સ્ટીલ કંપની નજીક ધુમાડો છોડતા વાહનોથી વાહનચાલકો પરેશાન: અકસ્માતનો મોટો ભય.

તારીખ ૨૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં આવેલા રાજપુતાના સ્ટીલ કંપની નજીક સાંજના સમયે ભારે પ્રદૂષિત અને ઘાટા ધુમાડા છોડતા વાહનોના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ધુમાડાના ગોટેગોટાના લીધે માર્ગ પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ખાસ કરીને સાંજે ૬:૩૦ વાગ્યાના સુમારે આ વિસ્તારમાં ધુમાડાનું પ્રમાણ એટલું વધી જાય છે કે રસ્તા પર વિઝિબિલિટી (દૃશ્યતા) નહિવત થઈ જાય છે. તેના કારણે સૌથી વધુ મુશ્કેલી બાઈક સવારો અને દ્વિચક્રી વાહનચાલકોને પડી રહી છે. ધુમાડાને કારણે અચાનક સામેનું વાહન ન દેખાતાં અકસ્માત સર્જાવાનો ગંભીર ભય ઊભો થયો છે.આ પરિસ્થિતિને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કામગીરી સામે પણ સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ કરવાની મુખ્ય જવાબદારી જે તંત્રની છે, તે તંત્ર આ બાબતે મૌન દર્શક બનીને શું કરી રહ્યું છે? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.સમગ્ર મામલે સ્થાનિક વાહનચાલકો અને રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, પ્રદૂષિત ધુમાડો છોડીને લોકોના જીવને જોખમમાં મૂકતા વાહનો તેમજ જવાબદારો સામે તંત્ર દ્વારા સત્વરે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો