‘વોર્ડ સાફ તો શહેર સાફ’ના સંકલ્પ સાથે મોટા વરાછામાં ભાજપનું સફાઈ અભિયાન

સુરત મોટા વરાછા: સ્વચ્છ અને સુંદર શહેરના નિર્માણના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા કોર્પોરેટરશ્રીઓ દ્વારા આજ રોજ મોટા વરાછા ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વોર્ડ સાફ તો શહેર સાફ’ના સૂત્ર સાથે યોજાયેલા આ અભિયાનમાં વોર્ડ નંબર-2ના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા કોર્પોરેટરશ્રીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી અનિમેષભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને સફાઈ અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌએ સાથે મળીને સતત પ્રયાસો કરવાનો સંકલ્પ લીધો હતો. આ સફાઈ અભિયાન દ્વારા નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને દરેક વ્યક્તિ પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો