કાલોલની MGS હાઈસ્કૂલનો ડંકો: વિદ્યાર્થીનીઓની થીમ રાજ્ય કક્ષાએ પસંદ, જિલ્લાનું ગૌરવ વધાર્યું.

તારીખ ૨૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

‘કલરવ સ્કૂલ, ગોધરા’ ખાતે એન.સી.એસ.સી. (NCSC) – ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦ થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ થયા હતા. આ વર્ષની મુખ્ય થીમ ‘સ્થિરતા માટે વિજ્ઞાન અને નવીનતા’ (Science and innovation for sustainability) હતી. આ સ્પર્ધામાં ઊર્જા, ખોરાક અને કચરાનું સંચાલન સહિતની ૫ સબ-થીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ધ એમ.જી.એસ. હાઇસ્કૂલ, કાલોલની ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ) ની વિદ્યાર્થીનીઓ ચૌહાણ તેજસ્વિની અને વણકર જાનવી રાજ્ય કક્ષા માટે પસંદ પામી છે.તેમના પ્રોજેક્ટનું નામ ‘ફાર્મ ટુ પ્લેટ – ફૂડ સેફ્ટી એન્ડ હેલ્થ મોનિટરિંગ’ (FARM TO PLATE – FOOD SAFETY AND HEALTH MONITORING) હતું.તેમને વિશ્વરાજ એમ. બોરીચા [જીવવિજ્ઞાન શિક્ષક – M.Sc , B.Ed.] દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા અને સમગ્ર એમજીએસ પરિવાર દ્વારા રાજ્ય કક્ષાની આ સ્પર્ધા માટે ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો