સુરત : સ્વચ્છ સુરત અને હરિયાળું સુરતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. 2માં સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા અને પર્યાવરણના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તથા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણીની ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે વોર્ડ નં. 2ના કોર્પોરેટરો શ્રી મનુભાઈ બલર, શ્રી જેનીશભાઈ જાદવ શ્રીમતી ચંદ્રિકાબેન આસોદરીયા, અને શ્રીમતી મનીષાબેન ખેર ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સેવા સંકલ્પ અભિયાન વોર્ડ નં. 2ના સહ-ઇન્ચાર્જ શ્રી અલ્પેશ સોજીત્રા તથા વોર્ડ નં. 2ના કારોબારી સભ્ય શ્રી જીતુભાઈ કલકની સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોની સહભાગીતાએ પણ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
અભિયાન દરમિયાન વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે રોપા વિતરણ દ્વારા વધુમાં વધુ લોકો પર્યાવરણ જાળવણી સાથે જોડાય અને વૃક્ષોના સંવર્ધન માટે આગળ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
મેયરશ્રી અને વોર્ડ નં. 2ના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાનમાં સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રાથમિકતા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છ અને હરિયાળું શહેર માત્ર તંત્રની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની સહભાગીતાથી શક્ય બને છે, તે દિશામાં જનજાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. 2માં યોજાયેલા આ કાર્યક્રમથી સફાઈ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણને લઈને જનભાગીદારીનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ સ્વચ્છતા તથા હરિયાળી માટે સતત કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









