MORBI:મોરબી પિતાશ્રીની સ્મૃતિમાં જલારામ ધામ ખાતે મહાપ્રસાદનું આયોજન

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પૂજ્ય પિતાશ્રી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જીલ્લા ભાજપ કિસાન મોરચા ના કોષાધ્યક્ષ ભરતભાઈ ડાંગર.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ કિસાન મોરચા ના કોષાધ્યક્ષ ભરતભાઈ લખુભાઈ ડાંગર દ્વારા તેમના પૂજ્ય પિતાશ્રી લખુભાઈ ડાંગર ની પુણ્યતિથિ નિમિત્તે સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે ભરતભાઈ ડાંગર, અજયભાઈ ડાંગર સહીત ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.












