ખરસાલીયામાં અકસ્માતને આમંત્રણ: ખતરનાક રીતે નમેલું ટ્રાન્સફોર્મર અને લટકતા વીજ વાયરો સામે MGVCL આંખ આડા કાન.!!

તારીખ ૨૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ખરસાલીયા ગામના ખેતરમાં વાયર તથા થાંભલો નમી ગયેલ બાબત તે ખેડૂતે જણાવ્યું કે, તેમના ખેતરમાં આવેલું ટ્રાન્સફોર્મર વેલાઓથી ઢંકાઈ ગયું છે. થાંભલો નમી ગયો છે અને વાયરો નીચે લટકી રહ્યા છે. ખેતરમાં અવર જવર માટે આ ખુબ જ જોખમી છે. કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોમાસામાં તો આ ખતરો બમણો થઈ જાય છે. કોઈ ખેડૂત કે બાળકનો જીવ જઈ શકે છે.ખેડૂતે આ બાબતે અગાઉ પણ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક વાયર નવા નાખીને થાંભલો રીપેર કરી આપવામાં આવ્યો નથી.સમગ્ર બાબતે ખરસાલીયા ગામના ખેડૂત પરમાર મનખભાઈ, મુ. ખરસાલીયા, તા. કાલોલ, જી. પંચમહાલ દ્વારા કાર્યપાલક ઈજનેર MGVCL, વેજલપુર, તા. કાલોલ ને લેખિત અરજી આપી છે.ત્યારે હવે ખરસાલીયા ગામના ખેડૂતોની માંગ છે કે MGVCL તંત્ર વહેલી તકે આ જીવલેણ ટ્રાન્સફોર્મરને રીપેર કરે અને વાયરો બદલે, જેથી કોઈ જાનહાની ન થાય.હવે જોવું રહ્યું કે તંત્ર આના ઉપર શુ એક્શન લે છે .

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો