તારીખ ૨૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગેગડીયા ચોકડી પાસે આવેલ એરાલ રોડ ઉપર કારમેલ કંપની પાસે રોડ ઉપર ભારે વાહનો નો જમાવડો અકસ્માત નો ભય સેવાઈ રહેલ છે તંત્ર ઘોર નિદ્રામાં જેથી રાહદારીઓ ની માંગ કારમેલ કંપની પાસે થતું ટ્રાફિક દૂર કરવામાં આવે જેથી મોટી હોનારત અટકી શકે ગેગડીયા ચોકડી થી એરાલ રોડ ઉપર આવેલ કારમેલ કંપની ના માલિક દ્વારા મેઇન રોડ ઉપર નાના મોટા વાહનો પાર્કિંગ કરવામાં આવી રહેલ છે જ્યારે આ કંપની દ્વારા પાર્કિંગ ની સુવિધા ઉપલબ્ધ ન કરી હોવાથી કારમેલ કંપનીની બહાર નાનામોટા વાહનો માલ સામાન ભરી ને કંપની માં મોટી સંખ્યામાં આવતા હોવાથી રોડ ની સાઈડ માં લાઇન બંધ વાહનો પાર્ક કરવામાં આવે છે અને કેટલાક ભારે વાહનો અડધા રોડ ઉપર વાહનો કલાકો સુધી રોડ ઉપર મૂકી રાખતા અન્ય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે કંપની બહાર બંને સાઇડ નાનામોટા વાહનોનું પાર્કિંગ કરવામાં આવી રહેલ છે જેથી અકસ્માત સર્જાવવાનો ડર સતાવી રહ્યો છે જ્યારે અકસ્માત થાય તો જવાબદાર કોણ જ્યારે આ રોડ ઉપર વારંવાર નાનામોટા અકસ્માત થઈ રહેલ છે જેથી સ્થાનિક તંત્ર વહેલી તકે કાર્યવાહી હાથ ધરે તેવી રાહદારીઓ ની માંગ ઉઠી છે.










