દેડિયાપાડા તાલુકાના નવાગામ (ડેડી) આંગણવાડી-3 ખાતે ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી,

સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ, આરોગ્ય અને બાળકોને નિયમિત આંગણવાડી મોકલવા અંગે માર્ગદર્શન અપાયું,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ જેસિંગ વસાવા

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 51.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 42;
નવાગામ (ડેડી), દેડિયાપાડા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ (ડેડી) ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર-3માં ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સભ્ય ઉત્તમ વસાવા, ICDS વિભાગના કર્મચારીઓ, ઘટક-1ના સુપરવાઈઝર ભાવનાબેન ગામીત તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુપરવાઈઝર ભાવનાબેન ગામીત દ્વારા વાલીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આરોગ્ય તથા પોષણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગર્ભા અને ધાત્રી માતાઓએ નિયમિત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવી તેમજ પોષણયુક્ત આહારનું નિયમિત સેવન કરવું જોઈએ તેમ જણાવાયું હતું.
સાથે જ બાળકોને પણ નિયમિત રીતે આંગણવાડીમાં મોકલવા, પોષણયુક્ત આહારના સેવનથી બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસમાં થતા ફાયદા તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આંગણ ઉત્સવ કાર્યક્રમમાં ગામના વડીલો, ભાઈ-બહેનો, માતાઓ અને નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને આરોગ્ય સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.









