નર્મદા : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ગરુડેશ્વરની વિધાર્થિનીએ આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

રાજપીપળા : જુનેદ ખત્રી
તા. 21/09/2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયેલી આંતરકૉલેજ બોક્સિંગ સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર, એકતાનગર (કેવડિયા કોલોની)ની વિદ્યાર્થીની પરમાર સીમાકુમારી રોહિતભાઈએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.

સીમાકુમારીની આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી માત્ર તેમની વ્યક્તિગત પ્રતિભા જ નહીં, SRP માં કાર્યરત તેમના કોચ પરમાર રોહિતકુમાર જે તેમના વાલી પણ છે, કૉલેજના આચાર્ય ડૉ. પદ્માબેન આર. તડવી, સમગ્ર કૉલેજ પરિવાર, એકતાનગર અને નર્મદા જિલ્લાનું નામ યુનિવર્સિટી કક્ષાએ રોશન થયું છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ સપોર્ટ સ્પર્ધાઓમાં ભાગ લઈને સારું પ્રદર્શન કરી રહી છે ત્યારે સમગ્ર જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય









