રાજપીપલા સ્થિત જીતનગર ખાતે 500 NCC કેડેટ્સને શોધ અને બચાવ અંગેની તાલીમ અપાઈ

રાજપીપલા સ્થિત જીતનગર ખાતે 500 NCC કેડેટ્સને શોધ અને બચાવ અંગેની તાલીમ અપાઈ

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને SDRFના સંયુક્ત ઉપક્રમે થિયરી સાથે રેસ્ક્યુ ટેકનિકનું કરાયું પ્રદર્શન

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના જીતનગર ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, કલેક્ટર કચેરી, નર્મદા તથા SDRFના સંયુક્ત ઉપક્રમે 500 NCC કેડેટ્સ માટે શોધ અને બચાવ (Search & Rescue) અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમ દરમિયાન NCC કેડેટ્સને આપત્તિ કે કટોકટીની પરિસ્થિતિમાં અસરકારક રીતે પ્રતિસાદ આપી શકાય તે માટે શોધ અને બચાવની મૂળભૂત પદ્ધતિઓ, આપત્તિ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેમજ આપત્તિ પ્રતિસાદ અંગે થિયરી સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

 

તાલીમ દરમિયાન વિવિધ પ્રકારના રેસ્ક્યુ સાધનો અંગે કેડેટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સાધનોના ઉપયોગનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રોપ રેસ્ક્યુ તથા ઊંચાઈ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતરવાની રેપલિંગ ટેકનિક અંગે કેડેટ્સને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ NCC કેડેટ્સમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજ, વ્યવહારુ કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવાનો તેમજ આપત્તિ કે કટોકટીની પરિસ્થિતિમાં જરૂરી સાવચેતી સાથે અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે તેમને તૈયાર કરવાનો હતો.

 

આ તાલીમ દરમિયાન NCC CO, મામલતદાર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ), DPO, PSI (SDRF) સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો