શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર ની 82 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ

28 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે શ્રી જેસંગભાઈ વી. ચૌધરી (1,11,11,111/- માતબર રકમના દાતાશ્રી તથા ચરાડાના વતની) ની અઘ્યક્ષતામાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળની 82 મી વાર્ષિક સાધરણ સભા મળી. સભાની શરૂઆતમાં સંસ્થાના ગૌરવ સમાન તથા રમત-ગમત ક્ષેત્રે ભારત, ગુજરાત અને સમાજનું ગૌરવ વધારનાર આસ્થા એસ. ચૌધરી (આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈસ્તબુલ-તુર્કી ખાતે યોજાયેલ કુસ્તી-ગ્લોબલ ગ્રેપલીંગ સ્પર્ધા-2026માં બ્રોન્ઝ મેડલ), સાહિલ એસ. પ્રજાપતિ (નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ-2026માં ગોલ્ડ મેડલ) તથા દેવમ એસ.ચૌધરી(નેશનલ રેસલીંગ ચેમ્પિયનશીપ-2026માં સિલ્વર મેડલ) પ્રાપ્ત કરવા બદલ કેળવણી મંડળ દ્રારા શીલ્ડ, સાલ તથા ઈનામરૂપે નકદ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા આ પ્રસંગે દાન જાહેર કરનાર દાતાશ્રીઓને પણ સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી દ્રારા કેળવણી મંડળ દ્રારા થયેલ ગત વર્ષની કામગીરી, સંસ્થાની શૈક્ષણિક પ્રગતિ, સંસ્થા દ્રારા થયેલ વિવિધ કાર્યક્રમો અને નવીન ભવનોના નિર્માણ કાર્યમાં થયેલ પ્રગતિ સભા સમક્ષ રજૂ કરી હતી. તથા નવીન ભવનોના નિર્માણ માટે દેશ-વિદેશમાંથી સમાજના દાતાશ્રીઓ તરફથી મળેલ સહયોગને બિરદાવ્યો હતો. સહમંત્રીશ્રી રામજીભાઈ ચૌધરી દ્રારા ગત વર્ષ 2025-26 ના હિસાબો, ઓડીટ મેમો અને ચાલુ વર્ષ 2026-27 નું અંદાજપત્ર વંચાણે લઈ સભા દ્રારા સર્વ સંમતિથી બહાલી આપવામાં આવી હતી. ડૉ. સુરેશભાઈ ચૌધરી (શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી) એ સંસ્થાની શૈક્ષણિક અને રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિઓ, સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને શૈક્ષણિક સુવિધાઓ વગેરેથી સૌને માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ કાર્યસૂચિ પ્રમાણે મંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની નિમણૂંક કરવા બાબતે વર્તમાન પ્રમુખશ્રી કાનજીભાઈ કે. ચૌધરી (કે.કે.ચૌધરી) ની સંસ્થા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા, નેતૃત્વ, પારદર્શિતા, સાદગી તથા તેમના દ્રારા થયેલ ભગીરથ કર્યો અને પ્રવૃત્તિઓથી ભાવવિભોર થયેલ સૌ સભાસદોની લાગણીને માન આપી શ્રી કે.ડી.ચૌધરી (ગુંજા) દ્રારા કે.કે.ચૌધરી આગામી વર્ષો માટે પુન: પ્રમુખપદે બિરાજમાન રહે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સૌ સભાસદોએ સર્વાનુમતે હાથ ઊંચા કરી પોતાની સર્વસંમતિ જાહેર કરી હતી. જે સમગ્ર ઉત્તર ગુજરાત આંજણા ચૌધરી સમાજ માટે તેમજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર માટે ગૌરવરૂપ ઘટના બની રહી હતી.પ્રમુખશ્રી કે.કે.ચૌધરી એ પોતાના ઉદ્દબોધનમાં સંસ્થાના આદ્યસ્થાપક વડીલોની દીર્ઘદ્રષ્ટિને તથા સંસ્થાના વિકાસ માટે અગાઉના પ્રમુખોના કાર્યોને બિરદાવીને આધુનિક સમયની માંગ પ્રમાણે અને નવીન શિક્ષણ પ્રણાલીને ધ્યાનમાં રાખીને અમૃત મહોત્સવના અધ્યક્ષ માન.શ્રી વિપુલભાઈ ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શન થકી નવીન આયામો (ભવનો) ના નિર્માણ કાર્યોમાં દેશ- વિદેશમાં વસતા સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્રારા જે સાથ-સહકાર મળ્યો તેની પ્રશંસા કરી હતી. તથા પુન: પ્રમુખપદે નિમણૂંક કરવા બદલ સૌ સભાસદોનો આભાર માની સંસ્થાના વિકાસ માટે આર્થિક, વૈચારિક અને બૌદ્ધિક રીતે પુન: સહયોગ આપવા સૌ સભાસદોને પ્રેરણા પૂરી પાડી હતી.અંતમાં આભારવિધિ મંત્રીશ્રી જે.ડી. ચૌધરીએ કરી હતી અને સૌએ સ્વરુચિ ભોજન સાથે લીધું હતું. આમ તંદુરસ્ત વાતાવરણમાં 82 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો