વાંસદામા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોટી ભમતી-૨ ખાતે મનોરંજક પ્રવૃત્તિઓ શૈક્ષણિક કીટ અને ફળફળાદીનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ વાંસદા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાના ૨૫મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વાંસદા તાલુકાના મોટી ભમતી-૨ ખાતે આંગણવાડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંગણવાડી ઉત્સવ દરમિયાન નાના ભૂલકાઓ માટે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. બાળકોને તેમની સમજણ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન, શાસનકાળ દરમિયાન હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ તથા વિકાસલક્ષી કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકોના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોષણ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભાજપ સંગઠન વાંસદાના આગેવાનો, ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, રાજુભાઈ મોહિત, તાલુકા પંચાયત ચારણવાડા બેઠકના સભ્ય જયનાબેન પટેલ, કિરણભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નાના બાળકો સાથે હર્ષોલ્લાસપૂર્વક આંગણવાડી ઉત્સવની ઉજવણી કરી **‘સેવા એ જ સંકલ્પ’**ના ભાવને ઉજાગર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ થકી બાળશિક્ષણ, પોષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો