સંતરામપુર નગરની અમરદીપ સોસાયટીમાં 4 થી 5 દિવસથી પાણી પુરવઠો નહીં મલતા રહીશોમાં રોષ…

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરની અમરદીપ સોસાયટીના રહીશો ને છેલ્લા 4થી 5 દિવસથી નગરપાલીકા દવારા અપાતો પાણીનો પુરવઠો નહીમળતો ન હોવાની રજૂઆતોપ્તયે કોઈ દયાન નહીં અપાતા સોસાયટી ના રહીશો ભારે યાતના માં મુકાયેલ છે.
પાણીનીઆ સમસ્યાથી કંટાળી જ ઈને નગરપાલિકા સંતરામપુર દવારા પાણી નો પુરવઠો તવરીત ચાલુ કરીને પાણી નિયમિત રીતે સમયસર અપાય તેમાટેની માગણી કરેલછે. નગરપાલિકા દવારા પાણી વેરો બારમહીનાનો ઉધરાવાયેલછે. તેમ છતાં પણ નગરપાલિકા દવારા નિયમિત રોજેરોજ પાણી પુરૂ પડાતુ નહીં હોઈ નગરપાલિકા ના આવા વહીવટ સામે રહીશો માં ને નગરજનો માં રોષ જોવા મલેછે.
આ સોસાયટી ના રહીશો ની પાણી ની સમસયા હલ કરવામાં ને નગરમાં પાણપુરવઠાયોજના હેઠલ અપાતું પાણી નિયમિત ને રોજેરોજ આપવા માં સંતરામપુર નગરપાલિકા ના સતતાધી શો ઉણા ઉતરેલછે.
આ સોસાયટી નામોટી સંખ્યામાં રહીશો એકત્રિત થઈ પોતાની પાણીની સમસ્યા અંગે વેદના વ્યક્ત કરી હતી.
રહીશોનો આક્ષેપ છે કે સંતરામપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 4થી 5 દિવસથી તેમના વિસ્તારમાં પાણી આપવામાં આવતું નથી.
આ અંગે નગરપાલિકા, નગરપાલિકા પ્રમુખ તેમજ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ મળતો ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે.

આ વિસ્તાર ના રહીશો ના જણાવયામુજબ પાણી અંગે પૂછપરછ કરતાં “પાણી આવશે તો મળશે”, “મોટર બળી ગઈ છે”, “કડાણા ખાતે લાઇટ નથી” સહિતના વિવિધ ઉડાઉ જવાબો આપવામાં આવતા હોવાનોપણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેના કારણે પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
સંતરામપુર નગરના અમરદીપ સોસાયટીના રહીશોએ સંતરામપુર નગરપાલિકા દ્વારા તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવામાં આવે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે








