તારીખ ૨૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલવા ગામના એક ખેડૂત સહિત ૧૧ વ્યક્તિઓ સાથે નડિયાદ ખાતે આવેલી DMM કેપિટલ નામની કંપનીમાં નાણાં રોકી ઊંચા વળતર અને દર મહિને આકર્ષક નફાની લાલચ આપી ₹૧.૧૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં કંપનીના ત્રણ ભાગીદારો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અલવા ગામના પટેલ ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય ખેડૂત કિરણકુમાર પ્રભુદાસ પટેલે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ૨૦૨૩ દરમિયાન તેમના પરિચયમાં આવેલા અને ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ સુરેન્દ્રસિંહ ચૌહાણે પોતાની ઓળખ DMM કેપિટલમાં ૫% ના ભાગીદાર તરીકે આપી હતી. તેમણે દર મહિને આકર્ષક નફો અને મુદત પૂરી થયે મૂળ રકમ પરત આપવાની બાંહેધરી આપી હતી.ત્યારબાદ, ફરિયાદી નડિયાદ સ્થિત ઓફિસે પહોંચતા ત્યાં અન્ય બે ભાગીદારો પૃથ્વી વિજય શર્મા અને જીતેષભાઈ ગોવિંદભાઈ ભરવાડ સાથે મુલાકાત થઈ હતી. ત્રણેય ભાગીદારોએ રોકાણકારોના નાણાં શેરબજારમાં રોકી નફામાંથી હિસ્સો આપવાની ખાતરી આપી વિશ્વાસ સંપાદિત કર્યો હતો.શરૂઆતમાં વળતર આપી ગાયબ થઈ ગયા વિશ્વાસના આધારે ફરિયાદી કિરણકુમારે ઓગસ્ટ ૨૦૨૩માં તબક્કાવાર ₹૭ લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં કંપનીએ ₹૫૦,૦૦૦નો નફો ચૂકવી, નોટરી સમક્ષ બાહેધરી કરાર કરી અને સિક્યુરિટી પેટે ચેક આપીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ બીજા જ મહિનાથી નફો આપવાના નામે ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. નક્કી કરેલી મુદત પૂરી થયા બાદ મૂળ રકમ અને વળતરની વારંવાર માગણી કરવા છતાં સમયાંતરે વાયદા કરવામાં આવ્યા હતા. અંતે, કંપનીના સંચાલકો નડિયાદ સ્થિત ઓફિસ બંધ કરી, બેનરો ઉતારીને ફરાર થઈ ગયા હતા.
કાલોલના ૧૧ રોકાણકારોની ફસાયેલી રકમ વિગતવાર:
ફરિયાદી ઉપરાંત કાલોલના અન્ય ૧૦ રોકાણકારોના લાખો રૂપિયા આ કંપનીમાં ફસાયા હોવાનો ખુલાસો થયો છે:કિશનભાઈ મહેશભાઈ પટેલ: ₹૩૩.૫૦ લાખ રાજવીરસિંહ હરિચન્દ્રસિંહ પરમાર: ₹૧૮ લાખ કિરણભાઈ દેવેન્દ્રભાઈ પટેલ: ₹૧૪.૫૦ લાખ મનોજકુમાર મહેન્દ્રસિંહ પરમાર: ₹૧૧ લાખ ઋષાંગ રાકેશભાઈ પટેલ: ₹૧૦.૫૦ લાખ ફરિયાદી કિરણકુમાર પ્રભુદાસ પટેલ: ₹૭ લાખ દર્શનસિંહ કિશોરસિંહ સોલંકી: ₹૯ લાખ વિનોદભાઈ ભિખાભાઈ બારીયા: ₹૫ લાખ જયપાલસિંહ વિજયસિંહ પરમાર: ₹૪.૫૦ લાખ દિપકકુમાર હસમુખભાઈ રાવળ: ₹૩ લાખ મેહુલભાઈ મહેશભાઈ પટેલ: ₹૨ લાખ કુલ રકમ: ₹૧,૧૮,૦૦,૦૦૦ (૧.૧૮ કરોડ)રોકાણકારોની રકમ પરત ન આપી વિશ્વાસઘાત કરવા બદલ રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે કાલોલ પોલીસે નીચે મુજબના મુખ્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે: 1. જીતેષભાઈ ગોવિંદભાઈ ભરવાડ (રહે. સી/૩, જાનકી પાર્ક સોસાયટી, નડિયાદ)2. પૃથ્વી વિજય શર્મા (રહે. મારૂતિનગર, મહેમદાવાદ)3. દિનેશભાઇ સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. માનસરોવર સોસાયટી, કાલોલ)પોલીસ તપાસમાં આ કૌભાંડમાં અન્ય કોઈ ભાગીદારોની સંડોવણી છે કે કેમ, તેમ જ ગુજરાતના અન્ય વિસ્તારોમાં કેટલા લોકોને આ રીતે છેતરવામાં આવ્યા છે તે અંગેના તમામ તથ્યો બહાર આવવાની શક્યતા છે.









