જલાલપોર પોલીસની ટીમે RTO e-Challan ફ્રોડ કેસના વોન્ટેડ બે આરોપીઓ પુણેથી ઝડપી પાડ્યા..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ક્રાઈમના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને જલાલપોર પોલીસે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી દીપકકુમાર પ્રવીણભાઈ ડુમાસિયાના મોબાઈલ નંબર પર RTO e-Challanના નામે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) તથા IT Actની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધાયો હતો.

પોલીસે ટેક્નિકલ એનાલિસિસ હાથ ધરતાં ગુનામાં વોન્ટેડ આરોપી નિખિલ સુનીલભાઈ અંબોડે પુણે શહેર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે પુણે પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી સૈયાજ અશોકભાઈ લોંઢેનું નામ આપ્યું હતું. ત્યારબાદ ટેક્નિકલ તપાસના આધારે સૈયાજ પણ બારામતી, પુણે ખાતે હોવાની માહિતી મળતાં તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા બંને આરોપીઓની ઓળખ નિખિલ સુનીલભાઈ અંબોડે (ઉંમર 25 વર્ષ), રહે. ઇંદાપુર, પુણે અને સૈયાજ અશોકભાઈ લોંઢે (ઉંમર 25 વર્ષ), રહે. બારામતી, પુણે તરીકે થઈ છે.

આ સમગ્ર કામગીરી જલાલપોર પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રાકેશભાઈ શ્રીરામભાઈ, અ.હે.કો. અજયસિંહ જયેન્દ્રસિંહ, પો.કો. વિમલભાઈ મંગાભાઈ તથા પો.કો. કૃષ્ણાકુમાર અનિલભાઈ સહિતની ટીમે હાથ ધરી હતી.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો