સુરેન્દ્રનગર ભાજપના કોંગ્રેસ પર આકરા પ્રહારો: ચૂંટણી પંચ સામેના આક્ષેપો ગણાવ્યા નિરાધાર

તા.28/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ચૂંટણી પંચના નિર્ણયથી કોંગ્રેસના જૂઠાણાંનો પર્દાફાશ: જીલ્લા પ્રમુખ હાર્દિક ટમાલીયા, સુરેન્દ્રનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ વિપક્ષ દ્વારા સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ પર કરવામાં આવેલા આક્ષેપોને આકરા શબ્દોમાં ફગાવી દઈને તેને તથ્યહીન અને નિરાધાર ગણાવવામાં આવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં મનપાના મેયર રાકેશભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયાએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી અને વિપક્ષ માત્ર એક અખબારી લેખના આધારે દેશની સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા એવા ચૂંટણી પંચ સામે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. વિપક્ષ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો અસફળ પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય કમિશનરોએ સંયુક્ત નિવેદન આપીને સ્પષ્ટ કરી દીધું છે કે SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે અને કમિશનરો વચ્ચે કોઈ જ મતભેદ નથી. ચૂંટણી પંચના આ સત્તાવાર સ્પષ્ટતાથી કોંગ્રેસના તમામ આક્ષેપો નિરાધાર સાબિત થયા છે.” ભાજપ નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી સુધારણા માટેના Form-6ના મૂળ સ્વરૂપમાં SIR પ્રક્રિયા દરમિયાન કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમગ્ર દસ્તાવેજી પ્રક્રિયાને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ માન્ય રાખવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ પોતાની સતત થતી હારથી નિરાશ થઈને પહેલા EVM અને SIR પર સવાલો ઉઠાવતો હતો અને હવે દેશની બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર કરીને ખોટું નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, “આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતની છબી વિશ્વભરમાં મજબૂત બની રહી છે, ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર શંકાઓ ઉભી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ ખરાબ કરવાની હલકી રાજનીતિ કરી રહ્યા છે.” ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે દેશની સજાગ જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશની લોકશાહી પ્રણાલી પર પૂર્ણ વિશ્વાસ છે, અને કોંગ્રેસના આવા ગેરમાર્ગે દોરનારા પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો