થરા ની પીએમ શ્રી અનુપમ પે. સેન્ટર શાળા નં.૨ ના વિધાર્થીઓનો ચેસ સ્પર્ધામા ઉત્કૃષ્ટ સિદ્ધિ

શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત,શેઠ શ્રી અ.નિ.કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય અને શ્રીમતી એસ. એન.ડી.ઠક્કર ઉચ્ચતર માધ્યમિક શારદા વિદ્યામંદિર ઊણ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા ની પીએમ શ્રી અનુપમ પે. સેન્ટર શાળા નં.૨ ના વિદ્યાર્થીઓએ કુલ નવ નંબર પ્રાપ્ત કરેલ જેમાં U-11 પ્રથમ પુરાણ રાઠોડ,વેદિકાબા વાઘેલા,U-14 પ્રથમ પ્રજાપતિ ફોરમ ખેતાભાઈ,U-11 દ્વિતીય ગણેશ ગોહિલ,તૃતીય પ્રજાપતિ રાહી અનિલભાઈ, પ્રજાપતિ જીનલ સુરેશભાઈ, વીર સકસેનાએ ચેસ સ્પર્ધામા નંબર પ્રાપ્ત કરતા શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓ ની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય બિંદેશ્વરીદેવી એન.ઝાલા સહીત સમગ્ર સ્ટાફ તથા પરિવાર દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530










