તા.28/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ટ્રેક્ટર નંગ 41, જે. સી. બી. નંગ 3, ફોરવ્હીલ વાહન નંગ 2, ડમ્પર નંગ 1 એમ કુલ 47 વાહનો, કિંમત રૂ.3,20,00,000 ના વાહનો રિકવરી કર્યો, સુરેન્દ્રનગર: સોલાર કંપનીઓમાં માસિક ભાડે વાહનો મૂકવાની લોભામણી જાહેરાતો આપી વાહનમાલિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર આંતરજિલ્લા રેકેટનો સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મૂળી પોલીસની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. ૩,૨૦,૦૦,૦૦૦ ની કિંમતના કુલ ૪૭ વાહનો રિકવર કરવામાં મોટી સફળતા મેળવી છે. બનાવની વિગત મુજબ, લખતરના લક્ષ્મીશેરીમાં રહેતા ભીમાભાઈ જીણાભાઈ ડોંડા સહિતના વાહનમાલિકોને આશરે ૬ થી ૭ મહિના પહેલા આરોપીઓએ મૂળી તાલુકામાં આવેલી સોલાર કંપનીઓમાં વાહનો ભાડેથી રાખવાની લાલચ આપી હતી. આરોપીઓએ ટ્રેક્ટરનું માસિક ભાડું રૂ. ૨૫,૦૦૦, જેસીબીનું ભાડું રૂ. ૯૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ તથા ફોરવ્હીલ વાહનોનું માસિક ભાડું રૂ. ૬૦,૦૦૦ આપવાની બનાવટી જાહેરાતો કરી હતી. આ લોભામણી જાળમાં ફસાઈને અરજદારો અને સાક્ષીઓએ પોતાના ટ્રેક્ટર-૪૪, જેસીબી-૩, ફોરવ્હીલ-૨, ડમ્પર-૧ અને બોલેરો પીકઅપ-૧ મળી કુલ ૫૧ વાહનો કિંમત રૂ. ૩,૪૯,૯૦,૦૦૦ આરોપીઓને સોંપ્યા હતા. જોકે, લાંબો સમય વિત્યા બાદ પણ નક્કી કર્યા મુજબ ભાડું ન મળતાં અને વાહનો પરત માગવા છતાં આરોપીઓએ ગોળ-ગોળ જવાબો આપી વાહનો પરત ન આપતાં આખરે વાહનમાલિકો છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. ગત તા. ૧૬/૦૯/૨૦૨૬ ના રોજ પીડિત વાહનમાલિકોએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ, રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષ નિર્લિપ્ત રાયની ગુના અટકાવવાની સૂચના અન્વયે, ડીએસપી પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એડીશનલ એસપી સુશ્રી વેદિકા બિહાની અને ચોટીલા ડીવાયએસપી એસ.એમ. ભદોરીયાની સીધી દેખરેખ હેઠળ મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ગુનો ડિટેક્ટ થયો મૂળી પોલીસ અને એલસીબીની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટૂંક સમયમાં જ પોલીસે આ કૌભાંડ આચરનાર મુખ્ય ચાર સાગરીતોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપી અર્જુનભાઈ ઉર્ફે અરજણભાઈ કરમણભાઈ જોગરાણા રહે. દેવપરા, તા. મૂળી, સુરેન્દ્રનગર, અજીમભાઈ ગનીભાઈ ઘુણીયા રહે. સાગર પાર્ક, મોરબી રોડ, રાજકોટ; મૂળ રહે. લુણસર, વાંકાનેર, મોરબી, કિરણભાઈ સગરામભાઈ ડાભી રહે. મનડાસર, થાનગઢ, ચતુરભાઈ કાળાભાઈ સારદીયા રહે. વીજળીયા, થાનગઢ વાળાઓની પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરીને તેમની પાસેથી નીચે મુજબના ૪૭ વાહનો જપ્ત કર્યા છે જેમાં ટ્રેક્ટર ૪૧ નંગ, જે.સી.બી. ૦૩ નંગ, ફોરવ્હીલ વાહન ૦૨ નંગ, ડમ્પર: ૦૧ નંગ એમ કુલ વાહન ૪૭ કિ.રૂ.૩,૨૦,૦૦,૦૦૦ ના વાહનો જપ્ત કર્યો બાકીના વાહનો મેળવવા તથા આ કૌભાંડમાં અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં મૂળી પોલીસ અને એલસીબી દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર પોલીસની આ કામગીરીથી વાહનમાલિકોમાં રાહતની લાગણી ફેલાઈ છ









