નખત્રાણાના મોટા યખ મેળામાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંક: હજારો રૂપિયાનો બિન આરોગ્ય પ્રદ અને કલરયુક્ત કૉટન કેન્ડીનો જથ્થો નાશ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૮ સપ્ટેમ્બર : ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ભુજ-કચ્છ દ્વારા જનહિત અને લોક આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખાસ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નખત્રાણા તાલુકાના પ્રસિદ્ધ મોટા યક્ષ મેળા દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એસ. બી. પટેલ અને શ્રી એમ. એમ. પટેલ દ્વારા સઘન નિરીક્ષણ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

મેળાના સ્થળ પર મોટા પ્રમાણમાં વેચાણ અર્થે રાખવામાં આવેલી કૃત્રિમ રંગો અને એસન્સ (Essence) યુક્ત કૉટન કેન્ડી (સફેદ મીઠાઈ/બુઢ્ઢા કે બાલ)નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ગ્રાહકોને આકર્ષવા માટે ભારે માત્રામાં રંગોનો ઉપયોગ કરાયાનું જણાઈ આવ્યું હતું. આરોગ્ય માટે જોખમી સાબિત થતા આ કલરયુક્ત કૉટન કેન્ડીના આશરે એક હજારથી વધુ નંગ (પીસ) સ્થળ પર જ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે બજારમાં મળતી સાદી અને કલર વગરની કૉટન કેન્ડીની સરખામણીએ આ અતિશય રંગીન કેન્ડીઓમાં વપરાતા રંગો માનવ શરીર, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અને ગંભીર અસરો સર્જી શકે છે.

આ કાર્યવાહી દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા મેળાના તમામ ફેરિયાઓ અને ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ ગ્રાહકોને માત્ર શુદ્ધ, ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ ખોરાક જ વેચે. આ ઉપરાંત, મેળામાં ઉપસ્થિત વિશાળ જનસમુદાય અને નાગરિકોને પણ ખોરાકમાં વપરાતા હાનિકારક રંગો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને હાજરીમાં જ શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક આહાર પસંદ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સદર સઘન કાર્યવાહી ના પરિણામ સ્વરૂપ મેળામાં તાત્કાલિક અસર થઈ વેપારી ઓ દ્વારા સફેદ કોટન કેન્ડી નો j વેપાર શરૂ કરવામાં આવ્યો હતો.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો