રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૬ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૮ સપ્ટેમ્બર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશન હેઠળ તથા વૈદ્ય પંચકર્મશ્રી,વૈદ્ય બર્થાબેન પટેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના માર્ગદર્શન હેઠળઅને K.V.O JODO BHUJના સંયુક્ત ઉપક્રમેગામ:દેવપર, તા.માંડવી ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૬ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મનું ઉદ્ઘાટન દેવપર ગામનાંટ્રસ્ટી શ્રી સંજયભાઇ મિસર, રામાભાઇ મોતાતથા પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ કુરીયા (K.V.O JODO BHUJ)તથા વાઇસ -પ્રેસિડેન્ટ વસંતભાઇ ગાલા(K.V.O JODO BHUJ)ના હસ્તે કરવામાં આવેલ. કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના આર.એમ.ઓ વૈધકુંદનબેન ગઢવી તથા હોમિયોપેથી એમ.ઓ, ડૉ-વાસંતીબેન જાદવ તથા એમ.ઓ,ડૉ. અનીતાબેન ગાડિયા તથા ફાર્માસીટ સાક્ષીબેન ચૌહાણે સેવા આપી હતી. આર.એમ.ઓ કુંદનબેન ગઢવીએ આયુર્વેદ તેમેજ હોસ્પિટલની કામગીરી અંગેની માહિતી પુરી પાડી હતી. કેમ્પમાં-૧૩૬ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો