WAKANER:વાંકાનેર  મિલ કોલોનીમાં માથાભારે શખ્સોના આતંક સામે સ્થાનિકો મેદાને, પોલીસ સામે ઊઠ્યા સવાલો

WAKANER:વાંકાનેર  મિલ કોલોનીમાં માથાભારે શખ્સોના આતંક સામે સ્થાનિકો મેદાને, પોલીસ સામે ઊઠ્યા સવાલો

‘પોલીસ અમારા ખિસ્સામાં છે’ કહી માથાભારે શખ્સો ખુલ્લી તલવારો સાથે ભય ફેલાવતા હોવાનો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ; મોરબી SPને ઈ-મેઇલ દ્વારા ફરિયાદ

વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મિલ કોલોની વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા જતા ત્રાસ અને ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ઈંગ્લિશ દારૂનું વેચાણ, વરલી-મટકાનો જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓથી ત્રસ્ત લતાવાસીઓ એકત્ર થઈ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી સાથે રક્ષણ પૂરું પાડવા લેખિત અરજી કરી હતી.

સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, મિલ કોલોની વિસ્તારમાં અમુક માથાભારે શખ્સોએ રીતસરનો અડ્ડો જમાવ્યો છે. આ અસામાજિક તત્વો જાહેરમાં દારૂ પીને ખુલ્લી તલવારો સાથે નીકળી લોકોમાં દહેશત ફેલાવે છે, જેના કારણે સ્થાનિક પરિવારો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.

રહીશોએ અરજીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, જ્યારે સ્થાનિક લોકોએ આ દૂષણો બંધ કરવા સમજાવટનો પ્રયાસ કર્યો ત્યારે આ તત્વોએ ‘પોલીસ અમારા ખિસ્સામાં છે, અમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં, જેને જ્યાં જવું હોય ત્યાં જાય’ તેવી ખુલ્લી ધમકીઓ આપી હતી. માથાભારે તત્વોની આવી જોહુકમીથી કંટાળીને આખરે રહીશોએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

આ સમગ્ર મામલે સ્થાનિકોએ મોરબી જિલ્લા પોલીસ વડા (SP)ને પણ ઈ-મેઇલ મારફત લેખિત ફરિયાદ મોકલી ત્વરિત પગલાં ભરવા માંગ કરી છે. લતાવાસીઓમાં ચર્ચાતી વિગતો મુજબ, વિસ્તારમાં આટલી હદે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસનું રહસ્યમય મૌન અનેક ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે. હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો