ભોરડુ–આસોદર રોડ પર ડમ્પરોનો ‘દાદાગીરી દોડ’! બાઈક-નાના વાહનોને સાઇડ નહીં, અકસ્માતનો ભય વધ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ભોરડુથી આસોદર વચ્ચેનો માર્ગ જાણે રેતી ભરેલા ડમ્પરચાલકો માટે બેફામ દોડનો અખાડો બન્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. માર્ગ આસપાસના તળાવ તેમજ ખેતરોમાંથી રેતીનું ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે રેતી ભરેલા ડમ્પરો પુરઝડપે દોડતા હોવાની ફરિયાદો સામે આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી પસાર થતા કેટલાક ડમ્પરચાલકો વાહન ચલાવતી વખતે નિયમો અને અન્ય વાહનચાલકોની સુરક્ષાની પરવા કરતા ન હોવાના આક્ષેપો છે. ખાસ કરીને બાઈક અને નાના વાહનોને યોગ્ય સાઇડ ન મળતાં અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

ડમ્પરોની ઝડપ સામે તંત્રની કાર્યવાહી ક્યારે?

ભોરડુ–આસોદર માર્ગ પર રેતી ભરેલા ડમ્પરોની અવરજવર અને તેમની ડ્રાઇવિંગ પદ્ધતિને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો ડમ્પરો ઓવરલોડ હોય, ઝડપથી દોડતા હોય અથવા નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

નાના વાહનચાલકોની સુરક્ષા મહત્વની કે પછી બેફામ ડમ્પરોની દોડ? એવો સવાલ હવે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

રેતી ખનન, વાહનોના પરમિટ-દસ્તાવેજો, ઓવરલોડિંગ તથા માર્ગ સલામતીના નિયમો અંગે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે કે કેમ અને નિયમભંગ કરનારા ડમ્પરચાલકો સામે કાર્યવાહી થશે કે નહીં, તે જોવું રહ્યું.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો